________________
अथ स्थानमुक्तासरिका
(૪) પરિકુંચન પ્રાયશ્ચિત્ત ઃ- પરિકંચન એટલે દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવ સંબંધી અપરાધને છૂપાવવા... એક રીતે પાપ કર્યું હોય છતાં તેને બીજી રીતે જણાવવું... તે પરિકંચન. પરિકુંચનાનું પ્રાયશ્ચિત્ત તે પરિકુંચન પ્રાયશ્ચિત્ત... ll૯૮૫ प्रायश्चित्तस्य कालापेक्षत्वात्कालं निरूपयति
प्रमाणयथायुर्निर्वृत्तिमरणाद्धाकालभेदः कालः ॥९९॥
प्रमाणेति, प्रमीयते परिच्छिद्यते येन वर्षशतपल्योपमादि तत्प्रमाणं तदेव कालः प्रमाणकालः, स चाद्धाविशेष एव दिवसादिलक्षणो मनुष्यक्षेत्रान्तर्वर्त्तीति, यथा-यत्प्रकारेण नरकादिभेदेन आयुः-कर्मविशेषो यथायुः, तस्य रौद्रादिध्यानादिना निर्वृत्तिर्बन्धनं तस्याः सकाशाद्यः कालो नारकादित्येव स्थितिर्जीवानां स यथायुर्निर्वृत्तिकालः, अयमप्यद्धाकाल एवायुष्ककर्मानुभवविशिष्टः सर्वसंसारिजीवानां वर्त्तनादिरूपः । मृत्योः कालो मरणकालः, अयमद्धासमयविशेष एव मरणविशिष्टो मरणमेव वा कालः मरणपर्यायत्वादिति, अद्धैव कालोऽद्धाकालः, कालशब्दो हि वर्णप्रमाणकालादिष्वपि वर्त्तते ततोऽद्धाशब्देन विशिष्यते, अयञ्च सूर्यक्रियाविशिष्टो मनुष्यक्षेत्रवर्त्ती समयादिरूपोऽवसेय इति ॥९९॥
२०८
પ્રાયશ્ચિત્ત કાલની અપેક્ષાએ અપાય છે માટે કાલનું નિરૂપણ કરાય છે.
કાલના ચાર પ્રકાર... (૧) પ્રમાણ કાલ (૨) યથા આયુષ્ય નિવૃત્તિ કાલ (૩) મરણ કાલ અને (૪) અન્ના કાલ.
(૧) પ્રમાણ કાલ :- જેના વડે વર્ષ શત, પલ્યોપમ વગેરેનો નિર્ણય કરાય છે તે પ્રમાણ, તે જ કાલ તે પ્રમાણ કાલ. તે દિવસ વિગેરે લક્ષણવાળો અને મનુષ્ય ક્ષેત્રમાં વર્તનાર અદ્ધાકાલ વિશેષ જ છે.
(૨) યથા આયુષ્યનિવૃત્તિ કાલ :- નરક-તિર્યંચાદિ ભેદ વડે જે આયુષ્ય. કર્મ વિશેષ તે યથાયુ. રૌદ્રધ્યાન વિગેરે ધ્યાનથી તે નરકાદિ ગતિનું આયુષ્ય બાંધવું, તેના સંબંધથી જે કાલ એટલે નરકાદિ સ્વરૂપે જે સ્થિતિ તે યથાયુઃ નિવૃત્તિકાલ.
આયુષ્ય કર્મની સ્થિતિ પ્રમાણે નરકાદિ ગતિમાં અવસ્થાન કરવું તે યથાયુ નિવૃત્તિકાલ... આ કાલ પણ આયુષ્યકર્મના અનુભવ વિશિષ્ટ સર્વ સંસારી જીવોના વર્તનાદિરૂપ અદ્ધાકાલ
જ છે.
(૩) મરણ કાલ ઃ- મૃત્યુનો જે સમય તે મરણ કાલ, આ પણ અા સમય વિશિષ્ટ જ છે... અથવા મરણ વિશિષ્ટ કાલ તે મરણ કાલ... અથવા મરણ જ કાલ છે... કારણ કે તે કાલનો પર્યાય વાચક શબ્દ છે.