________________
स्थानांगसूत्र
२०७ ચાર પ્રકારે પ્રાયશ્ચિત્ત છે. (૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત (૨) સંયોજન પ્રાયશ્ચિત્ત (૩) આરોપણ પ્રાયશ્ચિત્ત અને (૪) પરિકુંચન પ્રાયશ્ચિત્ત...
(૧) પ્રતિસેવના પ્રાયશ્ચિત્ત - પ્રતિષેધનું સેવન કરવું – અકલ્પ = અકૃત્યનું આચરવું તે પ્રતિસેવના... પ્રતિસેવના બે પ્રકારે છે. પરિણામના ભેદથી અથવા પ્રતિસેવનાના ભેદથી બે પ્રકાર છે.
પ્રતિસેવના = ભાવ અર્થાત્ જીવના અધ્યવસાય-પરિણામરૂપ છે. તે ભાવ કુશલ અને અકુશલ એમ બે પ્રકારે છે.
કુશલ ભાવ વડે થાય તે કલ્પ પ્રતિસેવના... અકુશલ ભાવ - પરિણામ વડે થાય તે દર્પ પ્રતિસેવના...
જ્ઞાનાદિરૂપ કુશલભાવ વડે જે બાહ્ય વસ્તુની પ્રતિસેવના... તે કલ્પ પ્રતિસેવના... (વિષ્ણુકુમાર વગેરે મુનિઓએ નમુચિ વિગેરેને શિક્ષા કરેલ તે કલ્પ પ્રતિસેવના...)
આ પ્રતિસેવના મૂલ ગુણના વિષયવાળી અને ઉત્તર ગુણના વિષયવાળી એમ સંક્ષેપથી બે પ્રકારે છે.
તેમાં મૂલ ગુણના વિષયવાળી પ્રાણાતિપાત વિગેરે પાંચ પ્રકારની છે. ઉત્તર ગુણના વિષયવાળી પ્રતિસેવના પિંડવિશુદ્ધિ વિગેરે પાંચ પ્રકારે છે.
આ પ્રતિસેવનામાં આલોચના વિ. દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત જાણવું. (૨) સંયોજન પ્રાયશ્ચિત્ત - એક જાતિવાળા અતિચારોનું મિલન-એકત્ર થવું તે સંયોજન.
દા.ત. શય્યાતર પિંડ ગ્રહણ કર્યો.. તે શય્યાતર પિંડ પણ પાણીથી ભીના હસ્તાદિ વડે ગ્રહણ કર્યો... વળી તે પિંડ સામે લાવેલો... વળી તે પણ આધાર્મિક...
આવા પ્રકારના દોષોમાં જે પ્રાયશ્ચિત્ત અપાય તે સંયોજના પ્રાયશ્ચિત્ત...
(૩) આરોપણ પ્રાયશ્ચિત્ત - એક અપરાધના પ્રાયશ્ચિત્તમાં ફરી-ફરી દોષ સેવવા પડે. વિજાતીય અર્થાત્ અન્ય પ્રાયશ્ચિત્તનું આરોપણ કરવું.
દા.ત. પાંચ અહોરાત્ર પ્રમાણ પ્રાયશ્ચિત્તને પામેલ, ફરીથી દોષને સેવે છતે દશ અહોરાત્ર પ્રમાણ... ફરીથી સેવવામાં પંદર અહોરાત્ર પ્રમાણ... આ રીતે ફરી-ફરી દોષ સેવે છતે છ માસ પર્યંતનો તપ આલોચનામાં અપાય, તેથી અધિક તપ આપવા યોગ્ય નથી. બાકીનો અર્થાત્ છે માસથી અધિક તપ, છ માસના તપમાં જ અંતર્ભત કરવા યોગ્ય છે. કારણ કે વર્તમાનમાં મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં છ માસનો જ તપ કહેલો છે.
આમ આરોપણા વડે પ્રાયશ્ચિત્ત તે આરોપણા પ્રાયશ્ચિત્ત...