________________
स्थानांगसूत्र
ऽसंमोहः, देहादात्मन आत्मनो वा सर्वसंयोगानां बुद्धया पृथक्करणं विवेकः, निस्सङ्गतया देहोपाधित्यागो व्युत्सर्गः, याभिः शुक्लध्यानं समारोहति ताः क्षान्त्यादय आलम्बनानि, भवसन्तानस्यानन्ततयाऽनुप्रेक्षणमनन्तवृत्तितानुप्रेक्षा, वस्तूनां नानाप्रकारेण परिणमनभावना विपरिणामानुप्रेक्षा, संसारस्याशुभत्वभावनाऽशुभानुप्रेक्षा, आश्रवाणामपाय भावनाऽपायानुप्रेक्षेति તસ્યાનુપ્રેક્ષા: ।૧૩।।
१९७
હવે પ્રસ્તુત સૂત્રમાં શુક્લધ્યાનનું સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાને આશ્રયીને કહેવાય છે...
શુક્લધ્યાનના ચાર પ્રકાર છે.
(૧) પૃથ વિતર્ક સવિચાર :- વિચાર - અર્થથી શબ્દમાં તથા શબ્દથી અર્થમાં સંક્રમણ... તથા મન-વચન અને કાય યોગોનું અન્ય યોગમાં સંક્રમણ... ઉત્પાત-સ્થિતિ અને નાશ વિગેરે પર્યાયોને ભેદ વડે જે એક દ્રવ્યમાં પૂર્વગત શ્રુતને અનુસારે અનેક નય વડે અનુસરવારૂપ વિતર્ક જેમાં છે તે પૃથ વિતર્ક સવિચાર શુક્લધ્યાન... આ પ્રથમ પ્રકાર
(૨) એકત્વ વિતર્ક -- અર્થ કે શબ્દને વિષે કોઈ એકમાંથી બીજામાં વિચાર-ગમન જેમાં વિદ્યમાન નથી તથા મન વિગેરે કોઈ એક યોગમાંથી બીજા યોગમાં સંચરણથી રહિત તથા એકત્વ-અભેદ વડે ઉત્પાદિ પર્યાયોમાંથી કોઈપણ એક પર્યાયના અવલંબનપણા વડે વિતર્ક-પૂર્વગત શ્રુતના આશ્રયવાળો શબ્દરૂપ કે અર્થરૂપ જે હોય તે એકત્વ વિતર્ક. આ શુક્લ ધ્યાનનો બીજો ભેદ.
(૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ઃ- નિર્વાણ ગમન સમયે મનોયોગ અને વચનયોગનો નિરોધ કરેલ છે અને કાયયોગનો અર્ધનિરોધ કરેલ છે એવા કેવલજ્ઞાનીને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય છે, તેથી કાયા સંબંધી ઉચ્છ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા છે જેને વિષે તે સૂક્ષ્મક્રિય... અત્યંત પ્રવર્ધમાન પરિણામ હોવાથી તે અનિવૃત્તિ સ્વભાવવાળું છે. આ શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ છે.
(૪) સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ ઃ- શૈલેશીકરણમાં યોગના નિરોધપણાએ કાયિકાદિ ક્રિયા નાશ પામી છે જેને વિષે તે સમુચ્છિન્ન-ક્રિય તથા નહીં અટકવાનો સ્વભાવ છે જેનો તે અપ્રતિપાતિ... આવી પ્રક્રિયારૂપ સમુચ્છિન્નક્રિય અપ્રતિપાતિ નામનો શુક્લધ્યાનનો ચોથો ભેદ છે.
હવે શુક્લ ધ્યાનના લક્ષણો બતાવે છે. (૧) અવ્યથ (૨) અસમ્મોહ (૩) વિવેક (૪)
વ્યુત્સર્ગ.
(૧) અવ્યથ :- દેવ વગેરેના કરેલ ઉપસર્ગાદિ ઉત્પન્ન થયે છતે ચલિત થવાનો અભાવ, તે
અવ્યય...
(૨) અસમ્મોહ ઃ- દેવ વિગેરેથી કરાયેલ માયાજન્ય મોહનો તથા સૂક્ષ્મ પદાર્થ વિષયક સંમોહ-મૂઢતાનો નિષેધ તે અસંમોહ...