SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १९५ ધર્મધ્યાનના લક્ષણ :(૧) આજ્ઞારૂચિ - સૂત્રના વ્યાખ્યાનરૂપ નિયુક્તિ વિગેરેમાં શ્રદ્ધા તે આજ્ઞારૂચિ... (૨) નિસર્ગરૂચિ - ઉપદેશ વગર સ્વાભાવિક રૂચિ તે નિસર્ગરૂચિ. (૩) સૂત્રરૂચિ - આગમમાં કે આગમ દ્વારા શ્રદ્ધા તે સૂત્રરૂચિ... (૪) અવગાઢરૂચિ - દ્વાદશાંગીને વિસ્તારથી જાણવા વડે જે શ્રદ્ધા તે અવગાઢ રૂચિ... આ ચાર ધર્મધ્યાનના લક્ષણ છે. ધર્મધ્યાનના ચાર આલંબન :(૧) વાચના:- શિષ્યને કર્મની નિર્જરા માટે જે સૂત્રાદિનું આપવું વિગેરે તે વાચના... (૨) પ્રતિપૃચ્છના - સૂત્ર વગેરેમાં શંકા થયે છતે શંકાને દૂર કરવા માટે ગુરૂને પૂછવું તે પ્રતિપૃચ્છના.. (૩) પરિવર્તના - પૂર્વ ભણેલ સૂત્ર વિગેરેની વિસ્મૃતિ ન થાય તે માટે અને નિર્જરા થાય તે માટે અભ્યાસ કરવો – આવૃત્તિ કરવી તે પરિવર્તના (૪) અનુપ્રેક્ષા - સૂત્રના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા. આ પ્રમાણે ચાર આલંબન છે. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા. (૧) એકાનુપ્રેક્ષા:'अकोऽहं न च मे कश्चित्राहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं, नासौ भावीति यो मम || હું એકલો છું, મારું કોઈ નથી, હું બીજા કોઈનો નથી, હું જેનો છું તેને જોતો નથી, અને ભવિષ્યમાં કોઈ મારો થાય તેમ નથી. આ રીતે એકાકી-અસહાયભૂત આત્માની અનુપ્રેક્ષા તે એકાનુપ્રેક્ષા... (૨) અનિત્યાનુપ્રેક્ષા :कायः सन्निहितापायः, सम्पदः पदमापदाम् । समागमाः सापगमाः, सर्वमुत्पादि भंगुरम् ॥ કાયા, તરત નાશ પામવાવાળી છે, સંપત્તિઓ આપત્તિનું સ્થાન છે, સંયોગો વિયોગવાળા છે, જે ઉત્પન્ન થાય છે તે ક્ષણભંગુર છે. આ પ્રમાણે પદાર્થોના અનિત્યપણાની ભાવના તે અનિત્યાનુપ્રેક્ષા...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy