________________
अथ स्थानमुक्तासरिका
क्रन्दनेति, अन्तर्मुहूर्त्तमात्रमेकत्र वस्तुनि मनोऽवस्थानं छद्मस्थानां ध्यानम्, तच्चतुर्विधमार्त्तरौद्रधर्मशुक्लभेदात्, तत्र ऋतं दुःखं तन्निमित्तजं ध्यानमार्त्तम् । तच्चतुर्विधमनिष्टविषयसंयोगयुतस्य तद्वियोगाय चिन्तनमेकम्, धनधान्यादिमनोज्ञविषयसम्बद्धस्य तदविप्रयोगाय चिन्तनं द्वितीयम्, रोगयुतस्य तद्विप्रयोगाय चिन्तनं तृतीयम्, परिजुषितकामभोगसम्प्रयोगसम्प्रयुक्तस्य तदविप्रयोगाय चिन्तनं चतुर्थम् । द्वितीयं प्रियधनादिविषयं चतुर्थं तत्सम्पाद्यशब्दादिभोगविषयमिति तयोर्भेदः । शास्त्रान्तरे तु द्वितीयचतुर्थयोरेकत्वेन चतुर्थं निदानमित्युक्तम् । एवम्भूतमार्त्तध्यानं, क्रन्दनता महता शब्देन विवरणं, शोचनता दीनता, तेपनता अश्रुविमोचनम्, परिदेवनता पुनः पुनः क्लिष्टं भाषणमित्येतैश्चतुर्भिर्लक्ष्यत इति ॥९०॥ નારકપણું ધ્યાન વિશેષથી હોય છે માટે ધ્યાનને આશ્રયીને કહે છે.
ધ્યાન :- કોઈપણ એક વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર ચિત્તની સ્થિરતા તે છદ્મસ્થ જીવોનું ધ્યાન કહેવાય છે.
ધ્યાનના ચાર પ્રકાર... (૧) આર્ત્ત ધ્યાન (૨) રૌદ્ર ધ્યાન (૩) ધર્મ ધ્યાન તથા (૪) શુક્લ
१९२
ધ્યાન.
(૧) આર્ત્ત ધ્યાન :- ‘ઋત' એટલે દુઃખ, તેના નિમિત્તે થતું ધ્યાન તે આર્ત્ત ધ્યાન... તે ચાર પ્રકારે છે.
(૧) અનિષ્ટ-અણગમતા પદાર્થોનો સંબંધ થાય ત્યારે તેના વિયોગ માટે ચિંતન કરવું તે પહેલો પ્રકાર...
(૨) ધન-ધાન્ય વિગેરે મનગમતા વિષયનો સંબંધ-સંયોગ થાય ત્યારે તે સંયોગનો વિયોગ ન થાય તેનું ચિંતન તે બીજો પ્રકાર...
(૩) રોગનો હુમલો થયો હોય તો તેના વિયોગ માટેની ચિંતા તે ત્રીજો પ્રકાર
(૪) કામ-ભોગમાં આસક્ત થયેલને તે સંયોગનો વિયોગ ન થાય તેની ચિંતા તે ચોથો
પ્રકાર...
આ ચાર પ્રકારમાં બીજો પ્રકાર પ્રિય એવા ધનાદિના વિષયવાળો છે, જ્યારે ચોથો ભેદ તે ધનાદિથી પ્રાપ્ત થયેલ શબ્દાદિ ભોગના વિષયવાળો છે... આમ તે બંને વચ્ચે ભેદ છે.
બીજા શાસ્રમાં તો બીજા તથા ચોથા પ્રકારને એક કરીને ચોથો ભેદ નિયાણું તેમ જણાવ્યું છે. આવા પ્રકારના આર્ત્તધ્યાનના ચાર લક્ષણ
ફ્રેન્દ્રનતા = મોટા શબ્દો વડે ઉચ્ચ સ્વરે બોલતા રોવું... શોચનતા = દીનતા..., તેપનતા = અશ્રુ ઝરવા... વહાવવા... પરિદેવનતા = વારંવાર ખેદપૂર્વક બોલવું - વિલાપ કરવો.