________________
१९१
स्थानांगसूत्र
जीवसाम्यान्नारकाश्रयेणाह
नैरयिको नरलोकमायातुमिच्छति न च शक्नोति, तीव्रवेदनाभिभूतत्वात्, निरयपालैः समाक्रम्यमाणत्वात्, अनिजीर्णनिरयवेदनीयत्वादवेदितनिरयायुष्कत्वाच्च ॥८९॥
नैरयिक इति, अधुनोपपन्नो निर्गतमयं शुभमस्मादिति निरयस्तत्र भवो नैरयिको नारक इत्यर्थः, स तस्मान्मानुषं क्षेत्रं शीघ्रमागन्तुमिच्छत्यतिप्रबलतयोत्पन्नंदुःखस्यानुभवात्, अत एव च न समर्थो भवत्यागन्तुं तीव्रवेदनाभिभूतो हि नागन्तुं शक्तः । अम्बादिभिर्नरकपालैः पुनः पुनः समाक्रम्यमाणत्वादागन्तुमिच्छति तैरत्यन्ताक्रान्तस्यागन्तुमशक्यत्वान्न शक्नोति चायातुम् । तथा निरययोग्यं यद्वेदनीयमत्यन्ताशुभनामकर्माद्यसातवेदनीयं वा तस्मिनक्षीणेऽवेदितेऽनिजीणे च मनुष्यक्षेत्रागमनेच्छा जायते, अवश्यवेद्यकर्मनिगडनियंत्रितत्वाच्च न चायातुं समर्थः । एवं नीरयायुष्के कर्मण्यक्षीणेऽवेदितेऽनिजीणे चेति ॥८९॥
જીવના સાધર્યથી હવે નરકના જીવોને આશ્રયીને કહે છે : નારકીઓ મનુષ્યલોકમાં આવવા માટે ઈચ્છે છે પણ ચાર કારણથી આવવા સમર્થ બનતાં નથી.
તત્કાલ-હમણાં જ ઉત્પન્ન થયેલ તથા જેમાંથી શુભ નીકળી ગયું છે તે નરક... તેમાં ઉત્પન્ન થયેલ તે નૈરયિક-નારક.
(૧) તે નરકમાં ઉત્પન્ન થયેલ દુઃખને અત્યંત પ્રબળતાથી અનુભવ કરતાં ત્યાંથી શીધ્ર મનુષ્ય ક્ષેત્રમાં આવવા માટે ઈચ્છે છે પરંતુ આ કારણથી અહીં આવવા માટે સમર્થ નથી, તીવ્રવેદનાથી પરાજય પામેલો મનુષ્ય ક્ષેત્રમાં આવવા માટે શક્તિમાન થતો નથી.
(૨) અંબ વિગેરે પરમાધામીઓ વડે વારંવાર આક્રમણ કરાયે છતે મનુષ્યલોકમાં આવવા ઈચ્છે છે પરંતુ તેઓ વડે અત્યંત દબાયો હોવાથી આવવા માટે સમર્થ બનતો નથી.
(૩) નરકભૂમિને યોગ્ય જે વેદનીય કર્મ અથવા અત્યંત અશુભ નામકર્મ વિગેરે અથવા અસાતા વેદનીય, તે કર્મ ક્ષીણ ન થયે છતે, વિપાક વડે અનુભવ ન થયે છતે, જીવના પ્રદેશોથી દૂર ન થયે છતે મનુષ્યલોકમાં આવવાની ઈચ્છા કરે. પરંતુ અવશ્ય વેદના યોગ્ય કર્મરૂપ બેડી વડે બંધાયેલ હોવાથી આવવા માટે સમર્થ બનતો નથી.
(૪) નરક ગતિનું આયુષ્યકર્મ ક્ષીણ ન થયે છતે, વિપાકથી ન વેદાયે છતે, નિર્જરા ન થયે છતે મનુષ્યલોકમાં આવવા ઈચ્છે પણ આવવા સમર્થ બનતો નથી. IIટલા
नारकत्वं ध्यानविशेषादिति ध्यानाश्रयेणाहक्रन्दनशोचनतेपनपरिदेवनतालक्ष्यमार्तम् ॥१०॥