________________
अथ स्थानमुक्तासरिका
(૧) બહારની છાલને ખાનાર કીડા સમાન :- અત્યંત સંતોષી હોવાથી આયંબિલ વિગેરે તપ કરે અને તેમાં પણ અંત-પ્રાંત આહાર વાપરનાર હોવાથી આવા પ્રકારના જાણવા.
(૨) છાલને ખાનાર કીડા સમાન :- લેપ રહિત (ચણા વિ.) આહાર કરનાર હોવાથી આવા
પ્રકારના જાણવા.
(૩) લાકડાને ખાનાર કીડા સમાન ઃ- વિગઈ રહિત આહાર કરનાર હોવાથી આવા પ્રકારના
જાણવા.
१९०
(૪) લાકડાના સારને ખાનારા કીડા સમાન :- સરસ ઇંદ્રિયોને પુષ્ટ કરે તેવા ભોજન કરનારા
આવા પ્રકારના જાણવા.
આ ચારે પ્રકારના સાધુઓનો ક્રમપૂર્વક વિશેષ તપને જણાવે છે.
(૧) બહારની છાલ જેવા અસાર આહાર વાપરનારને આસક્તિપણું ન હોવાથી કર્મના નાશને સ્વીકારીને ‘વજ્રસાર' સાર ખાનાર સમાન તપ હોય છે. સાર ખાનાર કીડાને સારને ખાનાર હોવાથી તેનું સામર્થ્ય અને વજ્ર જેવું મુખ હોય છે.
(૨) છલ્લી એટલે અંતર છાલને ખાનાર ધુણા જેવા સાધુનો કર્મનાશને સ્વીકારીને ‘કાઠખાદ’ સમાન તપ છે, આવા પ્રકારના સાધુને બહારની છાલ ખાનારા કીડા જેવાની અપેક્ષાએ કંઈક વિશિષ્ટ સારા ભોજન કરવા વડે કંઈક સરાગપણું હોવાથી સાર અને કાષ્ઠને ખાનારા કીડા સમાન સાધુની અપેક્ષાએ તો અસાર-હલકા ભોજન કરવા વડે આસક્તિ ન હોવાથી તથા સારને ખાનાર કીડાની જેમ અતિ તીવ્ર તપ નહીં અને ત્વક્ અને છાલને ખાનાર કીડાની માફક અતિમંદ વિગેરે તપ ન હોવાથી કર્મના નાશ પ્રતિ કાષ્ઠને ખાનારા કીડા સમાન તપ કહ્યો છે.
=
(૩) કાષ્ઠખાદ કીડા સમાન સાધુને સારને ખાનાર કીડા જેવાની અપેક્ષાએ સાર રહિત ભોજન કરવા વડે આસક્તિ ન હોવાથી ત્વ-બહારની છાલ અને અંતર છાલને ખાનાર ઘણાકીડા જેવા સાધુની અપેક્ષાએ વિશેષ સારા ભોજન કરવા વડે અને સરાગપણું હોવાથી છાલને ખાનાર કીડા સમાન તપ કહ્યો છે.
કર્મના નાશ પ્રતિ સારને ખાનાર અને કાષ્ઠને ખાનાર કીડાની જેમ અતિ સમર્થ વિગેરે તપ નથી, ત્વક્ને ખાનાર કીડાની જેમ અતિ મંદ પણ નથી.
(૪) સારને ખાનાર કહેલ લક્ષણવાળા સાધુનું સરાગપણાએ બહારની છાલને ખાનાર સમાન તપ હોય છે, તે તપ કર્મના રસને ભેદવા સમર્થ થતો નથી.
બહારની છાલને ખાનાર કીડાને તત્ત્વથી ત્વ-છાલનું ખાવાપણું હોવાથી કાષ્ઠના સારને ભેદવા પ્રતિ અસમર્થ હોવાથી આ જાણવું. ॥૮॥