________________
१८८
पुनरप्याह
अथ स्थानमुक्तासरिका
अतिजातानुजातापजातकुलाङ्गाराः पुत्राः ॥८७॥
अतिजातेति, पितुः सम्पदमतिलंध्य जातः संवृतोऽतिजातः, अतिक्रम्य वा तां यातः प्राप्तोऽतियात इति वा वाच्यम् । ऋषभवत् । अनुरूपः सम्पदा पितुस्तुल्यो जातोऽनुजातः, अनुयातो वा वाच्यः, अनुगतः पितृविभूत्याऽनुयातः पितृसम इत्यर्थः, महायशोवत्, आदित्ययशसा पित्रा तुल्यत्वात्तस्य । अपेत्यपसदो हीनः पितुः सम्पदो जातोऽपजातः पितुः सकाशादीषद्धीनगुण इत्यर्थः, आदित्ययशोवत्, भरतापेक्षया तस्य हीनत्वात् । कुल स्वगोत्रस्याङ्गार इवाङ्गारो दूषकत्वात्तदुपतापकत्वाद्वेति कुलाङ्गारः कण्डरीकवत्, शिष्येष्वपि पुत्रशब्दप्रयोगदर्शनात्सोऽपि चतुर्विधः, तत्रातिजातः सिंहगिर्यपेक्षया वैरस्वामिवत्, अनुजातः शय्यम्भवापेक्षया यशोभद्रवत्, अपजातो भद्रबाहुस्वाम्यपेक्षया स्थूलभद्रवत्, कुलाङ्गारः कुलवालकवत्, उदायिनृपमारकवद्वेति ॥८७॥
ફરી પુરૂષના પ્રકારો જણાવે છે.
પુત્રના ચાર પ્રકાર છે. (૧) અતિજાત (૨) અનુજાત (૩) અપજાત તથા (૪) કુલાઙ્ગાર... (૧) અતિજાત :- પિતાની સંપત્તિને ઉલ્લંઘીને થયેલ અર્થાત્ પિતાથી અતિવિશેષ સંપત્તિને પામેલ... અતિ સમૃદ્ધિવાળો... માટે અતિજાત કે અભિજાત... ઋષભદેવ પ્રભુની જેમ...
(૨) અનુજાત :- અનુરૂપ-સંપત્તિથી પિતાની સમાન થયેલ તે અનુજાત... અથવા અનુયાત પણ કહી શકાય... અર્થાત્ પિતાની ઋદ્ધિ વડે અનુસરનાર... અર્થાત્ પિતા તુલ્ય, મહાયશાની જેમ... આદિત્યયશા પિતા વડે તેનું તુલ્યપણું હતું.
(૩) અપજાત :- પિતાની સંપત્તિથી કંઈક હીન સંપત્તિ - હીનગુણવાળો - આદિત્યયશાની જેમ... ભરતચક્રવર્તીની અપેક્ષાએ તેનું હીનપણું હોવાથી...
(૪) કુલાઙ્ગાર :- પોતાના ગોત્રમાં અંગારો... (અંગારા જેવા હોવાથી અંગાર) દોષને કરનાર હોવાથી - સંતાપ કરનાર હોવાથી - કંડરીકની જેમ કુલાંગાર...
આ રીતે શિષ્ય પણ ચાર પ્રકારે જાણવા... શિષ્યોમાં પણ ‘પુત્ર’ શબ્દનો પ્રયોગ દેખાતો હોવાથી તે પણ ચાર પ્રકારે...
(૧) અતિજાત :- સિંહગિરિ આચાર્યની અપેક્ષાએ વજસ્વામીની જેમ...
(૨) અનુજાત ઃ- શય્યભવ આચાર્યની અપેક્ષાએ આચાર્ય યશોભદ્રની જેમ...
(૩) અપજાત :- ભદ્રબાહુસ્વામિની અપેક્ષાએ સ્થૂલભદ્ર મુનિની જેમ...