________________
स्थानांगसूत्र
१८७
ફરી પુરૂષ સંબંધી પ્રકાર કહે છે... આ પ્રમાણે ઋજુ-વક્ર, શુદ્ધિ-અશુદ્ધિ તથા શુચિ-અશુચિ વડે ચાર ભાંગા જાણવા. દ્રવ્ય અને ભાવથી યથાસંભવ ભાંગા જાણવા. ઋજુ એટલે સરળ...
(૧) બહારથી શરીર-ગતિ-વાણી અને ચેષ્ટા વિગેરેથી સરળ... તથા અંતરથી કપટરહિતપણુંસુસાધુની જેમ...
(૨) બહારથી સરળ અંતરના માયાવીપણાથી વક્ર, કારણવશાત્ સરળતા બતાવનાર... દુષ્ટ સાધુની જેમ...
(૩) કારણવશાત્ બહારથી બતાવેલ વક્રભાવ પણ અંતરથી કપટરહિત... શાસનરક્ષામાં પ્રવર્તેલ સાધુની જેમ.
(૪) બહારથી તથા અંતરથી - બંને પ્રકારે વક્ર.. શઠ-લુચ્ચાની જેમ.. અથવા કાલભેદ વડે પણ વ્યાખ્યા કરવી.
(૧) પહેલા સરળ... પછી પણ સરળ... (ર) પહેલા સરળ... પછી વક્ર...
(૩) પહેલા વક્ર... પછી સરળ... (૪) પહેલા વક્ર... પછી પણ વક્ર... આ રીતે ચતુર્ભાગી જાણવી.
આ રીતે પરિણામને આશ્રયીને પણ કહેવું. शुद्धाशुद्धाभ्यामिति... શુદ્ધ - જાતિ આદિ વડે.. વળી નિર્મળ જ્ઞાનાદિગુણે કરીને શુદ્ધ.. અશુદ્ધ - શુદ્ધથી વિરૂદ્ધ તે અશુદ્ધ. (૧) શુદ્ધ... શુદ્ધ... (૨) શુદ્ધ... અશુદ્ધ... (૩) અશુદ્ધ... શુદ્ધ... (૪) અશુદ્ધ... અશુદ્ધ... આ બંનેની આ રીતે ચતુર્ભગી..
ર - અ ધ્યાતિ પવિત્ર પુરૂષ... દુર્ગધ રહિત શરીર વડે પવિત્ર તથા સ્વભાવ વડે પણ પવિત્ર..
(૧) શરીર વડે શુચિ, સ્વભાવ વડે પણ શુચિ... (ર) શરીરથી પવિત્ર, સ્વભાવથી અશુચિ...
(૩) શરીરથી અશુચિ, સ્વભાવથી શુચિ. (૪) શરીરથી અશુચિ, સ્વભાવથી અશુચિ... આમ ચતુર્ભાગી જાણવી. આ રીતે પરિણામ (પરાક્રમ)ને આશ્રયીને ચતુર્ભગી જાણવી. I૮૬ll