________________
१८४
अथ स्थानमुक्तासरिका
ચતુઃસ્થાનક પ્રારંભ ઃ
હવે સંખ્યાના ક્રમ વડે ચતુઃસ્થાનક પ્રારંભ થાય છે. આની પૂર્વે કર્મ અને તેના કાર્યરૂપ ભવમાં ઉત્પત્તિ જણાવી, હવે કર્મ અથવા તેના કાર્યભૂત ભવનો અંત ક૨વાની ક્રિયા કહેવાય છે. ચાર પ્રકારની અંતક્રિયા છે.
ભવનો અંત કરનારી ક્રિયા તે અંતક્રિયા...
(૧) કોઈ આત્મા, દેવલોકાદિને વિષે જઈને, અલ્પકર્મી હોવાથી મનુષ્યપણામાં પાછો આવેલો હોય. દ્રવ્ય અને ભાવ અણગારપણાને પામેલો, દ્રવ્ય અને ભાવ સ્નેહરાગથી રહિત, સમાધિની બહુલતાવાળો તથા તપસ્વી એવો તે લઘુકર્મી હોવાથી અત્યંત ઘોર તપ કરતો નથી. તેવા પ્રકારના ઉપસર્ગ વિગેરેથી થતી ઉત્કૃષ્ટ વેદના નથી હોતી, પરંતુ સુદીર્ઘ ચારિત્ર પર્યાય વડે સિદ્ધિ ગમનને યોગ્ય થાય છે.
સમસ્ત કર્મોના નાયક મોહનીય કર્મનો ઘાત થાય. ત્યારબાદ જ્ઞાનાવરણાદિ ઘાતિ કર્મનો નાશ થવાથી નિર્મળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને કેવલજ્ઞાન દ્વારા સમસ્ત વસ્તુનો બોધ થાય છે. ત્યારબાદ ભવોપગ્રાહી કર્મોથી મુક્ત થઈ સર્વ દુઃખોનો અંત કરે છે. જેવી રીતે ભરત મહારાજા... આ પહેલી અંતક્રિયા થઈ...
જેમને તેવા પ્રકારનો ઉગ્રતપ નથી, પરિષહો આદિથી ઉત્પન્ન થતી તેવા પ્રકારની વેદના નથી, પરંતુ દીર્ઘ સંયમ પર્યાય વડે સિદ્ધિ થાય છે. આ પહેલી અંતક્રિયા જાણવી. પ્રથમ સ્થાન.
(૨) જેઓ બહુ ભારે કર્મો વડે મહાકર્મવાળા થયે છતે મનુષ્યભવમાં આવેલ હોય તેમને મહાકર્મનો ક્ષય કરવા માટે તેવા પ્રકારનો ઉગ્રતપ હોય છે, તેવા પ્રકારના ઉપસર્ગાદિ વેદના અનુભવે છે અને તે ગજસુકુમારની જેમ અલ્પ સંયમપર્યાય વડે સિદ્ધ થાય છે - તે બીજું સ્થાન જાણવું.
(૩) જે મહાકર્મવાળો મનુષ્યત્વને પ્રાપ્ત થયેલ, મહાતપવાળા તથા મહાવેદનાવાળા સનતકુમારની જેમ ઘણા લાંબા-દીર્ઘ સંયમપર્યાય વડે સિદ્ધ થાય છે, તે ભવે સિદ્ધિના અભાવથી ભવાંતરમાં સિદ્ધિ ગતિને પામનાર હોવાથી આ ત્રીજું સ્થાન છે... ત્રીજી અંતક્રિયા છે.
(૪) અલ્પકર્મવાળા - મનુષ્યભવને પામેલા, જેમને તપ નથી અને વેદના નથી અને અલ્પ સંયમ પર્યાય વડે સિદ્ધ થાય છે. દા.ત. મરુદેવા માતા...! આ ચોથું સ્થાન છે. ચોથી અંતક્રિયા 9.112811
पुरुषविशेषाणां स्वरूपमाह
द्रव्यभावाभ्यामुन्नताः प्रणताश्च पुरुषाः ॥८५॥