________________
स्थानांगसूत्र
१८१ जन्मान्तरेऽधिकारभेदात्प्राप्यमाह
प्रवचनमहाव्रतजीवनिकायेषु शङ्काकांक्षाविचिकित्सादिमान्निर्ग्रन्थः परीषहाभिभूतः, विपरीतश्च परीषहानभिभवति ॥८२॥
प्रवचनेति, प्रशस्तं प्रगतं प्रथमं वा वचनं प्रवचनं-आगमः, महाव्रतानि प्रसिद्धानि, जीवनिकायो जीवसमूहः, यो ह्यनगारितां प्रपद्य प्रवचनादौ देशतः सर्वतः संशयवान् मतान्तरस्यापि साधुतया मन्ता फलं प्रति शङ्कोपेतस्तत एव द्वैधीभावमापन्नो नैतदेवमिति प्रतिपत्तिको वा प्रवचनादिकं न सामान्यतः प्रत्येति न वा प्रीतिविषयं करोति नापि तदुक्तं चिकीर्षति तं प्रव्रजिताभासं क्षुधादयः परीषहा एत्य पुनः पुनरभिभवन्ति, तदेवमनश्चियवतोऽपराक्रमवतः प्रवचनादीनि त्रीणि स्थानानि न हिताय न सुखाय न निःश्रेयसाय न शुभानुबन्धाय भवन्ति । यश्च निर्ग्रन्थः प्रवचनादौ निश्शङ्कितः निष्कांक्षितो निविचिकित्सितो न वा कलुषितः स परीषहानभिभवति न तु तैरभिभूयते तस्य च प्रवचनादीनि हिताय सुखाय निःश्रेयसाय शुभानुबन्धाय च भवन्ति ।।८२।।
જન્માંતરમાં ત્રણ વસ્તુ જે કારણથી પ્રાપ્ત થાય છે તે જણાવે છે.
પ્રવચન-મહાવ્રત અને જીવનિકાય. આ ત્રણ સ્થાનમાં શંકા-કાંક્ષા તથા વિચિકિત્સા કરનાર નિર્ઝન્ય પરિષદોથી પરાજિત થાય છે. અને તેનાથી વિપરીત અર્થાત્ આ ત્રણને વિષે શંકા-કાંક્ષા તથા વિચિકિત્સા ન કરનાર નિર્ઝન્ય પરિષહોને જીતે છે.
પ્રશસ્ત-પ્રગત એટલે યુક્ત અથવા પ્રથમ એવું જે વચન તે પ્રવચન. અર્થાત્ આગમ...! મહાવતો - પ્રાણાતિપાત વિરમણ વિ. પાંચ મહાવ્રત. જીવનિકાય:- પૃથ્વીકાયાદિ છે જીવ નિકાય.
જે આત્મા પ્રવ્રયાને સ્વીકારીને પરમાત્માના આગમ વિષે દેશથી કે સર્વથી સંશયવાળો હોય.
કાંક્ષિત એટલે મતાંતરને પણ સારાપણાએ માનનારો હોય.
વિચિકિત્સા એટલે - ફલ પ્રતિ શંકા યુક્ત હોય. અને આ કારણોથી દ્વિધા ભાવને પામેલો હોય અર્થાત્ “આ આ રીતે નથી', આમ સ્વીકારતો આગમ આદિને વિષે સામાન્યથી શ્રદ્ધા રાખતો નથી, તેને પ્રીતિનો વિષય કરતો નથી, આગમમાં કહેલ આચારને કરવાની ઈચ્છાવાળો થતો નથી, આવા પ્રકારના સાધુના આભાસવાળા પ્રતિ (અર્થાત્ માત્ર વેષથી સાધુ) સુધા વિગેરે પરિષહો આવીને વારંવાર તેનો પરાભવ કરે છે.