________________
अथ स्थानमुक्तासरिका
(૧) બાલ મરણ :- વિરતિ સાધક જે વિવેક, તે વિવેકથી જે રહિત હોય તે ‘બાલ' કહેવાય. અસંયત કહેવાય. તેનું મરણ તે ‘બાલ મરણ.’
१८०
(ર) પંડિત મરણ :- ફલની જેમ વિરતિરૂપ વિજ્ઞાનથી જે યુક્ત હોય તે પંડિત કહેવાય. સંયત કહેવાય. તેનું મરણ તે ‘પંડિત મરણ.’
--
(૩) બાલ-પંડિત મરણ ઃ- અવિરત હોવાથી બાલપણું અને કાંઈક વિરત હોવાથી પંડિતપણું હોવાથી સંયતાસંયત કહેવાય, અર્થાત્ બાલ-પંડિત કહેવાય. તેનું મરણ તે ‘બાલ-પંડિત મરણ.’
હવે ‘બાલ' મરણના ત્રણ પ્રકાર જણાવે છે.
(૧) સ્થિત લેશ્ય :- અવિશુદ્ધ ભાવવાળી તથા સંક્લિષ્ટપણાને પ્રાપ્ત ન થતી કૃષ્ણાદિ લેશ્યા છે જે મરણને વિષે તે સ્થિત લેશ્ય બાલ મરણ...
(૨) સંક્લિષ્ટ લેશ્ય :- સંક્લેશને પ્રાપ્ત થતી લેશ્યા છે જે મરણને વિષે તે સંક્લિષ્ટ લેશ્ય
બાલ મરણ...
(૩) પર્યવજાત લેશ્ય :- વિશુદ્ધિ વડે વધતા પરિણામવાળી લેશ્યામાં થતું મરણ તે પર્યવજાત લેશ્યા બાલ મરણ...
અહીં પહેલાં કૃષ્ણાદિ લેશ્માવાળો જો કૃષ્ણાદિ લેશ્યાવાળા નરકાદિને વિષે ઉત્પન્ન થાય ત્યારે તેનું પ્રથમ ‘સ્થિત લેશ્ય' મરણ હોય છે.
જ્યારે નીલાદિલેશ્યાવાળો કૃષ્ણાદિ લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે ત્યારે બીજું ‘સંક્લિષ્ટ’ લેશ્ય મરણ હોય છે.
જ્યારે કૃષ્ણાદિ લેશ્માવાળો નીલ-કાપોત લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય ત્યારે ત્રીજું પર્યવજાત લેશ્ય મરણ જાણવું.
પંડિત મરણને વિષે સંયતપણું હોવાથી લેશ્યાની સંક્લેશતા નથી. બાલ મરણથી આ તેની વિશેષતા છે.
બાલ પંડિત મરણને વિષે લેશ્યાનું સંક્વિશ્યમાનપણું તથા વિશુદ્ધમાનપણું બંને નથી પણ લેશ્યાનું મિશ્રપણું છે - આ તેની વિશેષતા છે.
વાસ્તવમાં પંડિત મરણ બે પ્રકારે જ છે, કેમકે - સંક્લિશ્યમાન લેશ્માનો નિષેધ હોવાથી અવસ્થિત અને વર્ધમાન લેશ્યત્વ હોય છે. ત્રિવિધપણું તો માત્ર કહેવા પુરતું કહ્યું છે.. કથન માત્રથી જ છે.
બાલ પંડિત મરણ તો એક પ્રકારે જ છે. કારણ કે તેને સંક્વિશ્યમાન અને પર્યવજાત લેશ્યાનો નિષેધ હોતે છતે માત્ર અવસ્થિત લેશ્યાપણું હોય છે - આનું ત્રિવિધપણું તો ઈતર એટલે કે સંક્લિશ્યમાન અને પર્યવજાત લેશ્યાની વ્યાવૃત્તિથી ત્રણના કથનની પ્રવૃત્તિમાત્ર છે. II૮૧॥