________________
१७७
स्थानांगसूत्र તેને “ત્રણ ચક્ષુ વિદ્યમાન નથી એમ કહીને કેવલીનું ગ્રહણ કર્યું નથી. દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ તો તે પણ (કેવલી પણ) ઘટી શકે છે - વિરૂદ્ધ નથી અર્થાત્ “ત્રિચક્ષુ' ઘટી શકે છે.
ચક્ષુવાળા આત્માઓ જ અવિપરીતપણાએ તથા સંશયરહિતપણાએ વસ્તુને-પદાર્થને જાણી શકે છે, આથી જ્ઞાન વિશેષની અપેક્ષા વડે ત્રણ ભેદ જણાવે છે.
ઉદ્ધવેંતિઃ- (૧) ઉપર (૨) તિહુઁ અને (૩) નીચે એમ ત્રણ પ્રકારે વસ્તુનું જ્ઞાન થાય છે. આ ત્રણ પ્રકારે વસ્તુનું જ્ઞાન પરમાવધિ વડે સંભવે છે પણ કેવલજ્ઞાન વડે નહીં, કારણ કે કેવલજ્ઞાનીને ક્રમિક ઉપયોગનો અભાવ હોવાથી ઉધ્વદિ ક્રમ વડે ઉપયોગ ન હોય.
જ્ઞાન ઉત્પન્ન થયા પછી પરમાવધિવાળા પ્રથમ ઉર્ધ્વલોકને જાણે છે, ત્યારપછી તિચ્છલોકને અને ત્યારબાદ અધોલોકને આમ ક્રમપૂર્વક જાણે છે. આ રીતે સામર્થ્યથી પ્રાપ્ત થયેલ અધોલોક દુખપૂર્વક ક્રમ વડે અંતે જાણવા યોગ્ય છે – અંતે જાણી શકાય છે તેમ નક્કી થાય છે. II૭૯
ज्ञानलक्षणद्धिसाधादृद्धिभेदानाह
विमानवैक्रियपरिचारणर्द्धयो देवर्द्धयोऽतियाननिर्यानबलावृद्धयो राजर्द्धयो ज्ञानदर्शनचारित्रर्द्धयो गण्यद्धयः ॥४०॥
विमानेति, इन्द्रादेरैश्वर्यं देवद्धिः, तत्र विमानसमृद्धिभत्रिंशल्लक्षादिकबाहुल्यं महत्त्वं रत्नादिरमणीयत्वञ्च, वैक्रियद्धिक्रियकरणं वैक्रियशरीरैर्हि जम्बूद्वीपद्वयमसंख्यातान् द्वीपसमुद्रान् वा पूरयन्ति, कामसेवाया ऋद्धिः परिचारद्धिः, अन्यान् देवानन्यसत्का देवीः स्वकीया देवीरभियुज्यात्मानञ्च विकृत्य परिचारयतीत्येवंलक्षणा । नगरप्रवेशे तोरणहट्टशोभाजनसंमर्दादिलक्षणाऽतियानद्धिः, नगरादिनिर्गमे हस्तिकल्पनसामन्तपरिवारादिका निर्यानद्धिः, चतुरङ्गवाहनभाण्डागारादिर्बलाद्धिः, एता राजसम्पदः । विशिष्टश्रुतसम्पत् ज्ञानद्धिः, प्रवचने निःशङ्कितत्वादिकं प्रवचनप्रभावकशास्त्रसम्पद्वा दर्शनद्धिः निरतिचारिता चारित्रधिः एता गणिन आचार्यस्य सम्पदः ॥८०॥
પૂર્વે અભિગમની વાત કહી. જ્ઞાન અને ઋદ્ધિનું સાધર્મ હોવાથી હવે ઋદ્ધિના ભેદો જણાવે છે.
વિમાનેતિ. ત્રણ પ્રકારે ઋદ્ધિ કહેલી છે. (૧) દેવની ઋદ્ધિ (૨) રાજાની ઋદ્ધિ તથા (૩) ગણદ્ધિ = આચાર્યવિ.ની ઋદ્ધિ.
(૧) દેવદ્ધિ - ઇંદ્ર વિગેરેનું જે ઐશ્વર્ય તે દેવદ્ધિ... આ દેવદ્ધિ પણ ત્રણ પ્રકારે છે. (૧) વિમાનની ઋદ્ધિ (ર) વિદુર્વણાની ઋદ્ધિ અને (૩) પરિચારણા-વિષયસેવનાની ઋદ્ધિ,
વિમાન ઋદ્ધિ - ૩ર લાખ વિમાનરૂપ બહુલતા, મહત્ત્વપણું અને રત્ન વિગેરેનું સુંદરપણું તે વિમાનઋદ્ધિ. (સૌધર્મ ઈન્દ્ર ૩ર લાખ વિમાનના અધિપતિ છે.)