________________
अथ स्थानमुक्तासरिका
આ પ્રમાણે ગુરુ ગતિ - સમૂહ - અનુકંપા - ભાવ અને શ્રુતને આશ્રિત્ય પ્રત્યેનીક
જાણવા.
ગુરુ :- આચાર્ય વિગેરેના અવર્ણવાદ આદિ કરવા વડે પ્રત્યનીકતા... તત્ત્વને કહેનારા ગુરુને આશ્રિત્ય આ પ્રત્યનીકતા છે. પ્રતિકૂલતા છે...
१७४
ગતિ :- ઈહલોક :- પ્રત્યક્ષ મનુષ્યત્વ લક્ષણ પર્યાયનો પ્રત્યનીક એટલે ઇન્દ્રિયના અર્થને પ્રતિકૂલતા કરનાર હોવાથી પંચાગ્નિ તપસ્વીની જેમ ઇહલોક પ્રત્યેનીક... તથા આ લોકમાં ઉપકારી એવા ભોગના સાધનોનો ઉપદ્રવ કરનાર તે પણ આલોક પ્રત્યેનીક...
પરલોક :- જન્માંતર પ્રતિ પ્રત્યેનીક એટલે ઇન્દ્રિયના અર્થમાં તત્પર (વિષય સુખમાં આસક્ત)
અથવા જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર તે પરલોક પ્રત્યેનીક.
ઉભય લોક :- ચોરી વિગેરે વડે ઇન્દ્રિયના વિષય સાધવામાં તત્પર અથવા ભોગના સાધનો તથા જ્ઞાનાદિને ઉપદ્રવ કરનાર... અથવા મનુષ્ય લોક વિગેરે આ લોક, નરકાદિ પરલોક અને ઉભયલોક એટલે બંને તેની વિપરીત પ્રરૂપણા કરવી તે પ્રત્યનીકતા જાણવી.
કુલ :- એક આચાર્યની સંતતિ તે કુલ... દા.ત. ચાંદ્રાદિક કુલ...
ગણ :- કુલનો સમૂહ તે ગણ... દા.ત. કોટિક ગણ વિ.
સંઘ ઃ- ગણનો સમૂહ તે સંઘ...
આ સર્વેના અવર્ણવાદ રૂપ પ્રત્યનીકતા કહેવાય... સમૂહને આશ્રયીને આ પ્રત્યેનીકતા છે. અનુકંપા :- તપસ્વી - શૈક્ષ અને ગ્લાનની પ્રત્યનીકતા...
ગ્લાન :- રોગ વિગેરેથી ઘેરાયેલો હોવાથી કાર્ય કરવામાં અસમર્થ.
શૈક્ષ
નવ. દિક્ષિત
આ બધાં અનુકંપા = મદદને યોગ્ય છે, તેઓને મદદ ન કરવાથી તથા બીજા વડે ન કરાવવાથી પ્રત્યેનીકતા = શત્રુતા જાણવી.
=
ભાવ :- ભાવ એટલે પર્યાય - તે જીવ અને અજીવ સંબંધી છે. જીવમાં રહેલો ભાવ તે પ્રશસ્ત... ક્ષાયિકાદિ ભાવ પ્રશસ્ત છે. વિવક્ષા વડે ઔદાયિકાદિ ભાવ અપ્રશસ્ત છે. ક્ષાયિકાદિ ભાવ જ્ઞાનાદિ રૂપ છે. તેથી ભાવ અર્થાત્ જ્ઞાનાદિને આશ્રયીને તેઓની વિપરીત પ્રરૂપણા કરવાથી અથવા દોષ આપવાથી પ્રત્યેનીક થાય છે.
શ્રુત :- સૂત્ર એટલે વ્યાખ્યા કરવા યોગ્ય. અર્થ એટલે સૂત્રનું વ્યાખ્યાન.. નિર્યુક્તિ વિગેરે... તદુભય તે બંને આમ શ્રુતને આશ્રયીને દૂષણ આપવા તે પ્રત્યનીકતા જાણવી. ।।૭।