________________
स्थानांगसूत्र
१६९ બાલ-વૃદ્ધ-જડ વિગેરે બીજા પણ દીક્ષાને અયોગ્ય હોવા છતાં અહીં ત્રણ સ્થાનકનું વર્ણન ચાલતું હોવાથી તેઓને જણાવ્યા નથી.
તદુપરાંત પ્રપંચથી દીક્ષા અપાઈ હોય તો પણ તે મસ્તકનું લંચન કરવા માટે, પડિલેહણાદિ સમાચારીને ગ્રહણ કરાવવા માટે, મહાવ્રતોને વિષે સ્થાપન કરાવવા માટે, ઉપધિ વિગેરેથી વિભાગ કરવા માટે તથા પોતાની પાસે રહેવા માટે કલ્પે નહીં. II૭૪
अवाचनीयानाह
अविनीतविकृतिप्रतिबद्धाव्यवसितप्राभृता अवाचनीयाः, दुष्टमूढव्युद्ग्राहिताश्च दुस्संज्ञाप्याः ॥७५॥
अविनीतेति, सूत्रार्थदातुर्वन्दनादिविनयरहितोऽविनीतः, तद्वाचने हि बहवो दोषा भवेयुः । घृतादिरसविशेषगृद्धो विकृतिप्रतिबद्धः, अस्यापि वाचने तपोयोगेच्छितफलादीनामभावो दोषः । अनुपशान्तपरमक्रोधोऽव्यवसितप्राभृतः, एतस्य वाचन इह लोकतस्त्यागोऽस्य प्रेरणायां कलहनात्, प्रान्तदेवता छलनाच्च, परलोकतोऽपि त्यागः, तत्र दत्तस्य श्रुतस्य निष्फलत्वात्, ऊषरक्षिप्तबीजवत् । अतो विनीतः, अविकृतप्रतिबद्धः, व्यवसितप्राभृतश्च सूत्रार्थवाचनयोग्यः । सम्यक्त्वस्यायोग्यानाह-दुष्टेति, तत्त्वं प्रज्ञापकं वा प्रति द्विष्टो दुष्टः स चाप्रज्ञापनीयः, द्वेषेणोपदेशाप्रतिपत्तेः । गुणदोषानभिज्ञो मूढः, कुप्रज्ञापकदृढीकृतविपर्यासो व्युद्ग्राहितः, सोऽप्युपदेशं न प्रतिपद्यते, किन्त्वेतद्विपरीताः सुसंज्ञाप्याः प्रज्ञापितानामर्थानामनायासतो विज्ञानादिति ॥७५॥
હવે સૂત્ર ભણાવવાને અયોગ્ય વ્યક્તિ જણાવાય છે. ત્રણ પ્રકારના આત્મા વાચના અર્થાત્ સૂત્રાર્થ ભણવા અયોગ્ય છે.
(૧) અવિનીત - સૂત્ર અને અર્થને ભણાવનારના વંદનાદિ વિનય રહિત, અવિનીતને શાસ્ત્રાર્થની વાચનામાં ઘણા દોષોનો સંભવ છે.
(૨) વિકૃતિ પ્રતિબદ્ધ :- ઘી દૂધ વિગેરેના રસમાં અતિ આસક્ત.. વિગઈમાં વૃદ્ધ આત્માને વાચના આપવાથી તપોયોગથી ઇચ્છિત ફલ વિગેરેના અભાવ રૂપ દોષ છે. અર્થાત તપશ્ચર્યા વગર યોગ - શ્રુતનો ઉદ્દેશ વિગેરે વ્યાપાર થાય નહીં, તથા તપશ્ચર્યા વગર રહણ કરેલ શ્રતથી લાભના બદલે અલાભ – અનર્થ થાય છે.
(૩) અવ્યવસિત - જેનો ક્રોધ ઉપશાંત નથી થયો તેવો ઉત્કટ ક્રોધવાળો... ક્રોધી આત્માને વાચના દેવામાં આલોકથી ત્યાગ થાય છે, કારણ કે ક્રોધીને પ્રેરણા કરવાથી કલહ થાય અને સમીપવર્તી દેવનું છલન થાય અર્થાત્ તે દેવ તેના શરીરમાં પ્રવેશ કરીને ઉપસર્નાદિ કરે છે