________________
१६८
अथ स्थानमुक्तासरिका
इति न प्रव्राजयितुं कल्पन्ते प्रव्राजकस्याप्याज्ञाभङ्गेन दोषप्रसङ्गश्च । बालवृद्धजडादीनामन्येषामप्ययोग्यानां सत्त्वेऽपि त्रिस्थानकानुरोधात्ते नाभिहिताः । एवं कथञ्चिच्छलितेन प्रव्राजिता अप्येते शिरोलोचनेन मुण्डयितुं प्रत्युपेक्षणादिसमाचारीं ग्राहयितुं महाव्रतेषु व्यवस्थापयितुमुपध्यादिना संभोक्तुमात्मसमीपे संवासयितुञ्च न कल्पन्ते ||७४||
:
હવે પ્રવ્રજ્યાને અયોગ્ય કહે છે...
પંડક એટલે નપુંસક, વાયુવાળો તથા ક્લીબ આ ત્રણ પ્રકારના આત્મા દીક્ષા આદિને માટે અયોગ્ય છે.
(૧) પંડક :- પંડક એટલે નપુંસક. સ્ત્રી જેવો સ્વભાવ, સ્વર ભેદ એટલે પુરુષ તથા સ્ત્રીથી જુદા પ્રકારનો સ્વભાવ હોય... વર્ણ ભેદ એટલે શરીર સંબંધી ચહેરો તથા ગંધ-રસ-સ્પર્શ પણ સ્ત્રી તથા પુરુષથી વિલક્ષણ હોય... મેહન અર્થાત્ પુરુષચિહ્ન મોટું હોય... વાણી સ્ત્રિની જેમ કોમળ હોય છે... આ સર્વ પંડકના લક્ષણ છે, આ લક્ષણો જાણીને તેનો ત્યાગ કરવો.
(૨) વાતિક :- વાયુના વિકારથી ઉત્પન્ન થયેલી વિષયની ઇચ્છાવાળો તે વાતિક... પોતાના નિમિત્તથી કે અન્યથા લિંગ કષાયિત અર્થાત્ વિકારવાળું થાય છે ત્યારે જ્યાં સુધી પ્રતિસેવના ન કરી હોય ત્યાં સુધી વેદને ધારણ કરવા જે સમર્થ ન થાય તે વાતિક કહેવાય. આ નહીં રોકેલ વેદવાળો નપુંસકપણાએ પરિણમે છે, આથી તે ત્યાજ્ય છે.
(૩) ક્લીબ :- ક્લીબના ચાર પ્રકાર છે. (૧) દૃષ્ટિ ક્લિબ (૨) શબ્દ કલીબ (૩) આદિગ્ધ કલીબ અને (૪) નિમંત્રણ કલીબ...
--
(૧) દૃષ્ટિ કલીબ ઃ- અનુરાગથી વસ્ત્રાદિ રહિત આદિ અવસ્થામાં સ્ત્રીને જોતાં જેનું મેહન ગળે છે તે દૃષ્ટિકલીબ...
(૨) શબ્દ કલીબ ઃ- સુરતાદિ અર્થાત્ કામોત્પાદક વિગેરે શબ્દ સાંભળતા થકાં જેનું મેહન ગળે તે શબ્દ કલીબ...
(૩) આદિગ્ધ કલીબ :- સ્ત્રી વડે અવગૂઢ = સંકેત કરાયેલ જે વ્યક્તિ વ્રતને રક્ષણ કરવા માટે સમર્થ ન થાય તે આદિગ્ધ લીબ...
(૪) નિમંત્રિત કલીબ :- સ્ત્રી વડે આમંત્રણ કરાયેલ જે વ્યક્તિ વ્રતને રક્ષણ કરવા માટે સમર્થ ન થાય તે નિમંત્રિત કલીબ...
આમ આ ચાર પ્રકારે પણ આ ક્રિયા નહીં અટકવાથી તે નપુંસકપણામાં પરિણમે છે, અને આ સર્વે ઉત્કટ વેદનો ઉદય હોવાથી વ્રતનું પાલન કરવામાં અસમર્થ છે માટે દીક્ષા આપવી કલ્પતી નથી. દીક્ષા દાતાને પણ આજ્ઞા ભંગ વડે દોષનો પ્રસંગ જાણવો.