________________
१६६
अथ स्थानमुक्तासरिका (૧) શ્રમણ અર્થાત્ સાધુની સેવાનું ફળ છે શ્રવણ. સાધુ ભગવંતો ધર્મ કથા વિગેરે સ્વાધ્યાય કરતાં હોવાથી તેમની સેવા કરનારને તે સ્વાધ્યાયાદિ સાંભળવાનો લાભ મળે છે.
(૨) શ્રવણનું ફલ છે જ્ઞાન... એટલે કે શ્રુતજ્ઞાન... (૩) જ્ઞાનનું ફળ છે વિજ્ઞાન..
અર્થ વિગેરેના હેય અને ઉપાદેયપણાના નિશ્ચયરૂપ ફલ તે વિજ્ઞાન... વિજ્ઞાનનું ફલ પ્રત્યાખ્યાન છે... પાપના ત્યાગરૂપ પ્રતિજ્ઞા કરવી તે પ્રત્યાખ્યાન... પ્રત્યાખ્યાનનું પ્રાણાતિપાત આદિના ત્યાગ રૂપ સંયમ એ ફળ છે.
નવીન કર્મના ગ્રહણ ન કરવા રૂપે જે અનાશ્રવ થાય તે સંયમનું ફળ છે. અનાશ્રવનું ફળ તપ છે... લધુકર્મપણું હોવાથી અનશનાદિભેદવાળો તપ જાણવો. તપનું ફળ પૂર્વે કરેલા કર્મનો નાશ છે. કર્મના નાશનું ફળ છે યોગનિરોધ સ્વરૂપ અક્રિયા.
અક્રિયાનું ફળ કર્મ વડે કરાયેલ વિકારથી રહિતપણારૂપ નિર્વાણ છે. નિર્વાણનું ફળ સિદ્ધિગતિ છે.. તે સિદ્ધિગતિ એ જ પ્રયોજન છે. II૭રા
अथ जीवपर्यायान्तराण्याहप्रज्ञापनासम्यक्त्वाराधनादयो ज्ञानदर्शनचारित्राणाम् ॥७३॥
प्रज्ञापनेति, भेदाद्यभिधानं प्रज्ञापना, सा च पञ्चधा ज्ञानं दर्शनं क्षायिकादि त्रिधा, चारित्रं सामायिकादि पञ्चधेति । सम्यक्त्वमविपरितता-मोक्षसिद्धि प्रत्यानुकूल्यम्, तदपि ज्ञानसम्यक्त्वं दर्शनसम्यक्त्वं चारित्रसम्यक्त्वं चेति त्रिधा । आराधना-ज्ञानादेः, श्रुतस्य कालाध्ययनादिष्वष्टस्वाचारेषु प्रवृत्त्या निरतिचारपरिपालना ज्ञानाराधना । निःशङ्कितत्वाद्याचारेषु प्रवृत्त्या दर्शनस्य निरतिचारपरिपालना दर्शनाराधना, चारित्रस्य समितिगुप्तिषु प्रवृत्त्या निरतिचारपरिपालना चारित्राराधना । सा चाराधना भावभेदात्कालभेदाद्वोत्कृष्टादिभेदा भवति । आदिपदेनैते ग्राह्याः तथाहि, ज्ञानादेः संक्लेशःसंक्लिश्यमानपरिणामाज्ज्ञानादिप्रतिपतनलक्षणो ज्ञानादिसंक्लेशः, विशुद्धयमानपरिणामहेतुकज्ञानादिविशुद्धिर्ज्ञानाद्यसंक्लेशः, एवमेव ज्ञानादिविषया अतिक्रमव्युत्क्रमातिचारानाचारा विज्ञेयाः, ज्ञानाद्यतिक्रमादीनालोचयेत् प्रतिक्रमेनिन्देद्गर्हेत् परिवर्जयेच्च III
હવે જીવના બીજા પર્યાયોને કહે છે.
પ્રજ્ઞાપના એટલે ભેદ વગેરેનું કથન તેના ત્રણ પ્રકાર. તેમાં જ્ઞાન પ્રજ્ઞાપના -મતિ વિગેરે પાંચ પ્રકારે છે. આ દર્શન - ક્ષાયિકાદિ ત્રણ પ્રકારે છે. ચારિત્ર:- સામાયિક વિગેરે પાંચ પ્રકારે છે.