________________
१६४
તે રીતે વિનિશ્ચયના પણ ત્રણ ભેદ છે.
(૧) અર્થ વિનિશ્ચય (૨) ધર્મ વિનિશ્ચય (૩) કામ વિનિશ્ચય...
(૧) અર્થ કથા ઃ- લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે ઉપાયના પ્રતિપાદનમાં તત્પર જે વાક્યનો પ્રબંધ તે અર્થ કથા...
કહ્યું છે કે... સામ વિગેરે નીતિ, ધાતુવાદાદિ રસ સિદ્ધિ, કૃષિ એટલે કે ખેતી વગેરેને પ્રતિપાદન કરનારી અને અર્થ એટલે કે ધનને ઉત્પન્ન કરવામાં ઉત્કૃષ્ટ એવી અર્થની કથા કહેલી છે. તથા ‘અર્થ' નામનો આ પુરુષાર્થ ઉત્તમ જણાય છે, કારણ કે કહ્યું છે.
‘તૃણાદપિ લઘું લોકે, ધિગર્થરહિત નરમ્ ।’
ધનરહિત માનવ ઘાસથી પણ હલકો કહેવાય છે માટે ધન રહિત પુરુષને ધિક્કાર છે ! કામન્દકાદિ શાસ્ત્ર રૂપ આ અર્થ કથા છે.
ધર્મકથા ઃ- ધર્મના ઉપાય રૂપ કથા તે ધર્મ કથા...
કહ્યું છે... ‘ચાવાનક્ષમાદ્યેષુ ધર્માંદ્વેષુ પ્રતિષ્ઠિતા,
ધર્મોપાવેયતામાં, વધધર્મજ્યો—ત' કૃતિ । તથા धर्माख्यः पुरुषार्थोऽयं, प्रधान इति गीयते । पापसक्तं पशोस्तुल्यं, धिग्धर्मरहितं नरमि' ति ।
अथ स्थानमुक्तासरिका
દયા, દાન, ક્ષમા વિગેરે ધર્મના અંગોમાં રહેલી, ધર્મના સ્વીકારપણારૂપ એવી ધર્મકથા વિદ્વાનોએ કહેલી છે. તથા ધર્મ નામનો આ પુરુષાર્થ પ્રધાનરૂપે વર્ણવાય છે, તથા પાપમાં આસક્ત આત્મા પશુ સમાન છે, માટે ધર્મ રહિત મનુષ્યને ધિક્કાર હો !
આ ધર્મ કથા ઉત્તરાધ્યયનાદિ રૂપ જાણવી. એ પ્રમાણે કામકથા પણ જાણવી..
કહ્યું છે કે... ામોપાવાનાાં ચ, વયો ક્ષિગ્યમૂત્તિા ।
અનુરાોકૃિતાદ્યુત્થા વજ્જા જામસ્ય તેિ' તિ ॥ તથા
स्मितं न लक्षेण वचो न कोटिभ र्न कोटिलक्षैः सविलासमीक्षितम् । अवाप्यतेऽन्यैहृदयोपगूहनं न कोटिकोट्यापि तदस्ति कामिनाम् ॥
કામને ઉત્પન્ન કરનારી, વય તથા ચતુરાઈને સૂચવનારી, અનુરાગ તથા ઇંગિતાદિ ચેષ્ટાથી થયેલી કથા ‘કામ કથા’ કહેવાઈ છે. તથા કામિઓનું સ્મિત તે બીજાઓ વડે લક્ષ દ્રવ્ય દ્વારા, વચન તે કોટિ દ્રવ્ય વડે, વિલાસ સહિત જોવું તે લક્ષ કોટિ દ્રવ્ય વડે અને હૃદયનો જે ગુપ્ત ભાવ છે તે કોટિ-કોટિ દ્રવ્ય વડે પણ પ્રાપ્ત કરાતો નથી.
આ વાત્સ્યાયનાદિ રૂપ કામ કથા જાણવી.