________________
१६२
अथ स्थानमुक्तासरिका આત્મ ઉપક્રમ - અનુકૂલ ઉપસર્નાદિમાં શીલની રક્ષા નિમિત્તે આત્માનો જે પ્રયત્ન તે આત્મ ઉપક્રમ.. વૈહાનસ વગેરે વડે વિનાશ કરવો અથવા પરિકર્મ કરવો અથવા આત્માને માટે બીજી વસ્તુનો જે ઉપક્રમ તે આત્મોપક્રમ...
પર ઉપક્રમ - બીજાનો અથવા બીજા માટે ઉપક્રમ કરવો તે પર ઉપક્રમ.. તદુભય ઉપક્રમ - પોતાને અથવા બીજાને અથવા બંનેને માટે જે ઉપક્રમ તે તદુભય ઉપક્રમ.
વૈયાવૃજ્યના પ્રકાર :- ઉપક્રમ સૂત્રની જેમ આત્મા - પર તથા ઉભય ભેદ વડે વૈયાવૃત્યના ત્રણ પ્રકાર છે... તે કહે છે. તથતિ.. વૈયાવૃજ્ય-ભોજન આદિ વડે ભક્તિ - સહાય તે વૈયાવૃત્ય
(૧) આત્મ વૈયાવૃત્ય :- ગચ્છની નીકળેલા જિનકલ્પી વિ. ને આ વૈયાવૃત્વ હોય છે... પોતાની વૈયાવૃત્ય કરવી તે આત્મ વૈયાવૃત્ય
(૨) પર વૈયાવૃત્ય :- ગ્લાન-તપસ્વી વિગેરે પ્રતિ જાગૃત રહેનારને પર વૈયાવૃત્ય હોય છે.
(૩) ઉભય વૈયાવૃજ્ય - ગચ્છવાસી મુનિઓને ઉભય વૈયાવૃત્ય અર્થાત્ સ્વ તથા પરની વૈયાવૃત્ય હોય છે.
વૈયાવૃત્યની જેમ અનુગ્રહ પણ ત્રણ પ્રકારે... અનુગ્રહ જ્ઞાનાદિનો ઉપકાર.
(૧) આત્મ અનુગ્રહ - અભ્યાસ-સ્વાધ્યાય વિગેરેમાં પ્રવર્તેલાને આત્મ અનુગ્રહ... - (૨) પર અનુગ્રહ - વાચના વિગેરેમાં પ્રવૃત્ત થયેલને પર અનુગ્રહ.
(૩) તદુભય અનુગ્રહ - શાસ્ત્રનું વ્યાખ્યાન તથા શિષ્યના સંગ્રહ વગેરેમાં પ્રવૃત્તને તદુભય અનુગ્રહ – અર્થાત્ સ્વ તથા પરનો અનુગ્રહ... મૂળ સૂત્રમાં “મનુગ્રહાલયો' છે. તેમાં આદિથી અનુશાસન તથા ઉપાલંભનું ગ્રહણ કરવાનું છે.
અનુશાસનના ત્રણ પ્રકાર.
(૧) આત્મ અનુશાસન - અનુશાસન એટલે હિતશિક્ષા. તેમાં પોતાના આત્માને હિતશિક્ષા આ પ્રમાણે... “એષણા વિષયક બેતાલીશ દોષ રૂપ વિષમ સંટમાં હે જીવ! તું ચલિત થયો નહીં તો હમણાં ભોજન કરતાં રાગ-દ્વેષથી તું લપાતો નહીં.
(૨) પર અનુશાસનઃ- વાસ્તવમાં આ ભવિ જીવો માટે તું ભાવ વૈદ્ય છે. સંસારરૂપી દુઃખથી પીડાયેલા આ બધા તારે શરણે આવેલા છે, માટે પ્રયત્નપૂર્વક તેઓને તારે આ સંસારથી દુઃખથી મુક્ત કરવા જોઇએ.
(૩) ઉભય અનુશાસન - કેવી-કેવી રીતે અર્થાત્ મુશ્કેલીએ માનવભવ વિગેરે પ્રાપ્ત થયેલ છે અને તેમાં પણ ચારિત્ર રત્ન પ્રાપ્ત થયું છે. તેથી તે સાધુઓ ! આપણે અહીં ચારિત્રમાં ક્યારે પણ લેશમાત્ર પ્રમાદ ન કરવો જોઈએ.