SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १६१ નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદથી છ પ્રકારે ઉપક્રમ... નામ તથા સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉપક્રમ:- શરીર - ભવ્ય શરીર વ્યતિરિક્ત સચિત્ત અચિત્ત - મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. સચિત્ત દ્રવ્ય ઉપક્રમ દ્વિપદ - ચતુષ્પદ - તથા અપદ (વૃક્ષ) ના ભેદથી ત્રણ પ્રકારે છે. વળી તે પ્રત્યેક પરિકર્મ તથા વસ્તુ વિનાશની અપેક્ષાએ બે પ્રકારે છે. પરિકર્મ દ્રવ્ય - દ્રવ્યમાં ગુણ રહેતે છતે તેના ગુણ વિશેષને કરવું જેમ કે વૃતાદિ (ઘી) ના ઉપયોગ વડે પુરુષને વર્ણરૂપ વિગેરે કરવું, એ રીતે પોપટ - સારિકા (મના) દિને ભણાવવા રૂપ ગુણ વિશેષનું કરવું. તથા હાથી વિગેરે ચતુષ્પદોને અને વૃક્ષાદિ અપદોને આયુર્વેદના ઉપદેશથી વૃદ્ધિ વિગેરે ગુણોનું ઉત્પાદન કરવું. તથા વસ્તુનો વિનાશ એટલે પુરુષ - હાથી વિગેરે નો ખજ્ઞ આદિથી નાશ કરવો. અચિત્ત દ્રવ્ય ઉપક્રમ:- પારાગાદિ મણિને ક્ષાર અને કૃતિકાના પુટપાકાદિ વડે નિર્મળ કરવા તે પરિકર્મ અને ઘણ વિગેરેથી નાશ કરવો તે વિનાશ. મિશ્ર દ્રવ્ય ઉપક્રમ.. કડા વિગેરેથી વિભૂષિત પુરુષાદિ દ્રવ્યનું જાણવું. ક્ષેત્ર ઉપક્રમ - તથા વિનાશ શાલિ ક્ષેત્ર વિગેરેનો પરિકર્મ તથા વિનાશ રૂપ ક્ષેત્ર ઉપક્રમ જાણવો, કાલ ઉપક્રમ - ચંદ્ર ગ્રહણ વિગેરે કાળનો ઉપક્રમ અર્થાત્ ઉપાય વડે જાણવું તે કાલ ઉપક્રમ, ભાવ ઉપક્રમ- પ્રશસ્ત અને અપ્રશસ્તરૂપ ભાવને ઉપાયથી જાણવો તે ભાવ ઉપક્રમ... ભાવ ઉપક્રમમાં અપ્રશસ્ત ભાવ ઉપક્રમ બ્રાહ્મણી - ગણિકા અને અમાત્યના દષ્ટાંતથી જાણવો. શ્રુત વિગેરેના નિમિત્તે આચાર્યાદિનો અભિપ્રાય જાણવો તે પ્રશસ્ત ભાવપક્રમ આ પ્રમાણે ધાર્મિકનો એટલે સંયતનો ચારિત્રાદિને માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવનો જે ઉપક્રમ તે ધાર્મિક ઉપક્રમ અધાર્મિક ઉપક્રમ - અસંયત આત્માનો અસંયત માટે જે ઉપક્રમ તે અધાર્મિક ઉપક્રમ... મિશ્ર ઉપક્રમ - દેશવિરતિ આત્માનો જે ઉપક્રમ તે મિશ્ર ઉપક્રમ... હવે બીજા સ્વામીના ભેદ વડે ત્રણ પ્રકારનો ઉપક્રમ કહે છે... (૧) સ્વકીય - આત્માપક્રમ (૨) પરકીય ઉપક્રમ તથા (૩) તદુભય ઉપક્રમ...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy