________________
१५८
अथ स्थानमुक्तासरिका
--
(૧) પ્રયોગ ક્રિયા ઃ- વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ વીર્ય દ્વારા આત્મા વડે જે વ્યાપાર કરાય છે તે પ્રયોગ, મન, વચન અને કાયા રૂપ ક્રિયા - અથવા તેનું વ્યાપ્ત થવું તે પ્રયોગ ક્રિયા... અથવા મન-વચન-કાયાના પ્રયોગો વડે જે કરાય - જે બંધાય તે પ્રયોગ ક્રિયા અર્થાત્ કર્મ... અને તે દુષ્ટ હોવાથી જ અક્રિયા જાણવી. અને મન આદિનો સંબંધ હોવાથી તેના મન પ્રયોગ વિગેરે ત્રણ ભેદ જાણવા.
(૨) સમુદાન ક્રિયા :- પ્રયોગ ક્રિયા વડે ગ્રહણ કરેલા કાર્મણ વર્ગણાના પ્રકૃતિબંધ, વિગેરે ભેદ વડે દેશ ઘાતિ સર્વ ઘાતિ - ઉપઘાતિરૂપે જે આદાન અર્થાત્ સારી રીતે સ્વીકારવું તે સમુદાન... અને તે ક્રિયા તે સમુદાન ક્રિયા... આ સમુદાન ક્રિયાના ત્રણ ભેદ છે.
(૧) અનંતર સમુદાન ક્રિયા :- પ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયા... (૨) પરંપર સમુદાન ક્રિયા :- દ્વિતીયાદિ સમયવર્તી સમુદાન ક્રિયા... (૩) તદુભય સમુદાન ક્રિયા :- પ્રથમ - અપ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયા... અજ્ઞાન ક્રિયાના ત્રણ પ્રકાર :- અજ્ઞાન દ્વારા જે ક્રિયા કરાય... કર્મ કરાય તે અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારે.
-
(૧) મતિ અજ્ઞાન ક્રિયા :- મતિ - અજ્ઞાન દ્વારા જે ક્રિયા કરાય તે મતિ અજ્ઞાન ક્રિયા... (૨) શ્રુત અજ્ઞાન ક્રિયા ઃ- શ્રુત અજ્ઞાન દ્વારા જે ક્રિયા કરાય તે શ્રુત અજ્ઞાન ક્રિયા (૩) વિભગ અજ્ઞાન ક્રિયા :- મિથ્યાર્દષ્ટિ જીવોનું જે અવધિ તે જ વિભંગ અજ્ઞાન, તેના દ્વારા થતી ક્રિયા તે વિભગ અજ્ઞાન ક્રિયા...
અવિનય મિથ્યાત્વ ઃ- આ મિથ્યાત્વ ત્રણ પ્રકારે છે.
(૧) દેશ ત્યાગી :- સ્વામીને ગાળ દેવી વિગેરે અવિનય કરવો તથા અવિનયથી જન્મ - ક્ષેત્રાદિ દેશનો ત્યાગ કરવો તે દેશ ત્યાગી...
(૨) નિરાલંબનતા :- ગચ્છ કે કુટુંબ વિગેરે આશ્રયરૂપ આલંબનનો ત્યાગ કરનાર તે નિરાલંબનતા... અથવા પુષ્ટ આલંબનના અભાવે ઉચિતની પ્રતિપત્તિ સ્વીકારનો ભ્રંશ જેમાં છે તે નિરાલંબનતા...
(૩) નાના પ્રેમ - દ્રેષ અવિનય :- આરાધ્ય
સેવા કરવા યોગ્ય
સેવા કરવા યોગ્ય જે આરાધ્ય તથા તેને જે સંમત = માન્ય હોય તે વિષયક પ્રેમ, અને આરાધ્યને અસંમત વિષયવાળો દ્વેષ છે... આ બંને વિનય છે. આ સિવાયના લોકો પ્રતિ જે વિવિધ પ્રકારે રાગ-દ્વેષ તે અવિનય છે.
=
=
આરાધ્ય તથા તેને સંમતથી ભિન્ન સ્વરૂપ વિશેષ - અપેક્ષા રહિતપણા વડે અનિયત વિષય હોવાથી તે અવિનય છે.