________________
अथ स्थानमुक्तासरिका
(૩) કાર્ય અસમાપ્તિ :- દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલો દેવ, દિવ્ય કામ ભોગમાં મૂચ્છિત થવાથી આ કાર્ય સમાપ્ત થયે હું મુહૂર્ત માત્રમાં - ક્ષણ માત્રમાં મનુષ્ય લોકમાં જઇશ, હમણાં નહીં એ પ્રમાણે વિચારે છે. કૃતકૃત્ય થયેલો હું જવા માટે સમર્થ થઇશ... આવા વિચારથી તથા મનુષ્ય લોકના માતા-પિતા વિગેરે અલ્પ આયુષ્યવાળા મૃત્યુ પામી જાય છે તેથી જેમના દર્શન માટે ઇચ્છા કરું છું તેઓ તો મૃત્યુ પામી ગયા હવે કોના દર્શન માટે હું જાઉં ?
આમ આવા સંકલ્પ-વિકલ્પથી દેવો માનવ લોકમાં આવતા નથી.
१५२
ત્રણ કારણથી દેવોનું આગમન :- ત્રણ કારણથી દેવ શીઘ્ર મનુષ્ય લોકમાં આવે છે.
(૧) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામોમાં મૂર્છા વગરનો પણ હોય છે અને તેનું મન આ પ્રમાણે વિચાર કરે છે કે - મનુષ્ય લોકમાં મારા ઉપકારી આચાર્ય ભગવંત - ઉપાધ્યાય ભગવંત - પ્રવર્ત્તક - સ્થવિર - ગણી અથવા ગણાવચ્છેદક છે. જેના પ્રભાવે મને આવા પ્રકારની દિવ્ય ઋદ્ધિ - દિવ્ય કાંતિ - દિવ્ય શક્તિ તથા દિવ્ય પરિવાર આદિનો સંયોગ અત્યારે પ્રાપ્ત થયો છે, આથી તે ઉપકારી પૂજ્યોને સ્તુતિ વડે વંદન કરૂં, પ્રણામ વડે નમસ્કાર કરૂં, આદર ભાવ વડે સત્કાર કરૂં અને વસ્ત્રાદિ વડે સન્માન કરૂં... તેઓ કલ્યાણ સ્વરૂપ - મંગલ સ્વરૂપ તથા ચૈત્ય સ્વરૂપ છે એ પ્રમાણેની બુદ્ધિ વડે હું સેવાપર્યુંપાસના કરૂં... આવા ભાવથી મનુષ્ય લોકમાં આવે છે.
(૨) સિંહગુફામાં કાયોત્સર્ગ કરનારાઓની મધ્યમાં દુષ્કર... પૂર્વના રાગી, પૂર્વે ભોગવેલા ભોગોની પ્રાર્થનામાં તત્પર એવા તરૂણીના ઘરમાં વાસ કરવા છતાં નિદ્મકંપરીતે -નિશ્ચલ બ્રહ્મચર્યનું અનુપાલન કરનાર સ્થૂલભદ્ર જેવા ભગવંતોને હું વંદનાદિ કરૂં... ઇત્યાદિ કારણથી મનુષ્ય લોકમાં આવે છે.
(૩) મનુષ્ય ભવમાં મારા માતા-પિતા વિગેરે છે ત્યાં હું જાઉં અને તેમની સમક્ષ પ્રગટ થાઉં તેથી તેઓ મારી દિવ્ય દેવ ઋદ્ધિ - દિવ્ય દેવ રૂપ-દિવ્ય દેવ કાંતિ આદિને જુવે.
આ ત્રણ કારણથી દેવ મનુષ્ય લોકમાં જલ્દી આવવા માટે ઇચ્છા કરે છે અને કાર્ય શક્ય પણ બને છે. II૬૪।।
पुनरपि देवविशेषाश्रयेणाह
. मनुष्यजन्मार्यक्षेत्रजन्म सुकुलप्रत्यायातिञ्च देवा अभिलषन्ति पश्चात्तापं कुर्वन्ति च बहुश्रुतानध्ययनाद्दीर्घश्रामण्यपर्यायापालनादृद्धिरससातगुरुकतया भोगाशंसा गृद्धतया च विशुद्धचारित्रास्पर्शनात् ॥६५॥
मनुष्यजन्मेति, आर्यक्षेत्रं- अर्धषड्वशतिजनपदानामन्यतरन्मगधादि तत्र जन्म, सुकुलप्रत्यायातिं-इक्ष्वाक्वादौ सुकुले देवलोकात्प्रतिनिवृत्तिं तत्र जन्मेति यावत् । पश्चात्ताप