SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानांगसूत्र १५३ निमित्तं प्रथममाह-बहुश्रुतानध्ययनादिति, बलवीर्यपुरुषकारपराक्रमनिरुपद्रवसुभिक्षकालनीरोगदेहानां सर्वसामग्रीणां सद्भावेऽप्यहो नाचार्यादिभ्यो बहुश्रुतमधीतमतो हेतोरित्यर्थः, द्वितीयं निमित्तमाह-दीर्घश्रामण्यपर्यायापालनादिति, विषयपिपासयेहलोकप्रतिबन्धपरलोकपराङ्मुखतया न सुदीर्घकालं यावच्छ्रामण्यपर्याय: पालित इति हेतोरित्यर्थः, तृतीयमाह ऋद्धीत्यादिना, ऋद्धि:-आचार्यत्वादौ नरेन्द्रादिपूजा, रसाः-मनोज्ञा मधुरादयः, सातं-सुखमेभिर्गुरुकः, तेषां प्राप्तावभिमानतोऽप्राप्तौ च प्रार्थनातोऽशुभभावोपात्तकर्मभारतयाऽलघुकः, तस्य भावस्तत्ता तया, तथा भोगाशंसागृद्धतया, भोगेषु कामेष्वाशंसाअप्राप्तप्रार्थनं, गृद्धंप्राप्तातृप्तिर्यस्य स भोगाशंसागृद्धस्तस्य भावस्तया, न निरतिचारं स्पृष्टमिति हेतोरित्यर्थः ॥६५॥ દેવોને મનુષ્ય ભવની ઝંખના. દેવો મનુષ્ય ભવમાં ત્રણ સ્થાનની ઝંખના કરે છે. (૧) મનુષ્ય ક્ષેત્ર (૨) આર્ય ક્ષેત્રમાં જન્મ (૩) શ્રેષ્ઠ કુલની પ્રાપ્તિ. આર્ય ક્ષેત્ર = સાડા પચ્ચીસ દેશમાંથી માગધ વિ. કોઇ આર્ય ક્ષેત્રમાં જન્મ... દેવલોકથી આવીને ઇક્વાકુ આદિ સુકુલમાં જન્મ ત્રણ કારણે દેવ પરિત થાય છે. પશ્ચાત્તાપ કરે છે. (૧) બહુશ્રુત અનધ્યયન :- શારીરિક બલ - આત્મિક વીર્ય - પરાક્રમ - નિરુપદ્રવતા - સુભિક્ષકાલ - નીરોગી દેહ આ સર્વે સામગ્રીઓના સર્ભાવમાં પણ આચાર્ય - ઉપાધ્યાય આદિ પાસે “અહો ! મેં અધિક અધ્યયન કર્યું નહીં. ઘણું શ્રુત ભણ્યો નહીં - આ કારણથી પશ્ચાત્તાપ કરે છે. (૨) દીર્થ ગ્રામર્થ્ય પર્યાય અપાલન :- વિષયોની પિપાસા વડે આ લોકમાં આસક્ત - રાગી થઈને - પરલોકથી પરાશમુખ થઈને સુદીર્ધકાલ પર્યત ગ્રામર્થ્ય પર્યાયનું પાલન કર્યું નહીં. | (૩) ઋદ્ધિ - આચાર્યપણા આદિમાં નરેન્દ્રોઆદિની પૂજા... મધુરાદિ સુંદર રસો-રસવાળા પદાર્થો... અને સાતા અર્થાત્ સુખ.. આમ-ઋદ્ધિ - રસ અને સાતાના ગૌરવ વડે, તેઓની પ્રાપ્તિમાં અભિમાન થવાથી અને અપ્રાપ્તિમાં તેની પ્રાર્થનાથી અશુભ ભાવ વડે બાંધેલા કર્મના ભારેપણાથી મેં નિરતિચાર ચારિત્રનું પાલન કર્યું નહીં. આશંસા = અપ્રાપ્ત પદાર્થની પ્રાર્થના, ગૃદ્ધિ = પ્રાપ્ત પદાર્થમાં અતૃપ્તિ. આમ કામ ભોગોમાં આશંસા - ગૃદ્ધિપણાથી મને નિરતિચાર ચારિત્રનો સ્પર્શ ન થયો. આ કારણથી પશ્ચાત્તાપ કરે છે. llcપી
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy