________________
१५१
स्थानांगसूत्र न वा तान् वस्तुभूततया स जानाति, नापि तेषां किञ्चित् प्रयोजनं मन्यते न वा ममैते भूयासुरिति निदानं प्रकरोति न वैते मे स्थिरीभवन्त्विति कामयते । दिव्यप्रेमसङ्क्रान्तिद्वितीयं कारणम्, स्वर्गगतकामोपभोगेषु मूच्छितत्वादेव मनुष्यविषयः स्नेहो व्युच्छिनो येन न मनुष्यलोकमागच्छेत्, तृतीयञ्च कारणमसमाप्तकर्त्तव्यता, दिव्यकामोपभोगेषु मूच्छितत्वादेव तस्यैवं मनो भवति यथा मुहूर्तेनास्य कृत्यस्य समाप्तौ यास्यामि न त्विदानीमेव, कृतकृत्यो हि क्वचिद्गन्तुं शक्यः, अथवा मानुजा मात्रादयोऽल्पायुषः यद्दर्शनार्थं जिगमिषामि, ते च कालधर्म गताः कस्य दर्शनार्थं गच्छेयमिति । दिव्यकामेषु कश्चिद्देवोऽमूच्छितोऽपि भवति तस्य च मन एवं भवति, मनुष्यभवे ममाऽऽचार्य उपाध्यायः प्रवर्तकः स्थविरो गणी गणावच्छेदो वा विद्यते येषां प्रभावेण ईदृशी दिव्यद्धिर्दिव्यधुतिदिव्यशक्तिदिव्यपरिवारादिसंयोगो मयेदानीमुपलब्धस्तान् पूज्यान् स्तुतिभिर्वन्दे प्रणामेन नमस्याम्यादरकरणेन सत्करोमि वस्त्रादिना वा सन्मानयामि कल्याणं मङ्गलं चैत्यमिति बुद्धया सेव इति हेतोः, तथा भगवतः सिंहगुहाकायोत्सर्गकारणादीनां मध्ये दुष्करमनुरक्तपूर्वोपभुक्तप्रार्थनापरतरुणीमन्दिरवासाप्रकम्पब्रह्मचर्यानुपालनादिकारिणः स्थूलभद्रवद्वन्दनादिकं कुर्व इति हेतोः, एवं सन्ति मम मनुजभवे मातापित्रादयस्तत्र गच्छामि तेषामन्तिके प्रकटीभवामि येन ते मम दिव्यरूपद्धर्यादीन् पश्यन्त्विति हेतोर्मानुषं लोकं शीघ्रमागन्तुमिच्छति शक्यते चायान्तुमिति ॥६४||
હવે દેવને આશ્રયીને ત્રણ સ્થાન કહેવાય છે.
દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ શીધ્ર મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે તો પણ આવી શકતા નથી, તેના ત્રણ કારણો જણાવાય છે.
(૧) દેવલોક સંબંધી વિષયોની આસક્તિ - દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલો કોઈ દેવ દેવલોક સંબંધી શબ્દ - રૂપ - રસ - ગંધ અને સ્પર્શ રૂપ દિવ્ય વિષયોમાં મૂચ્છિત થવાથી અને કામભોગોની અનિત્યતાદિ જાણવામાં અસમર્થ હોવાથી મનુષ્ય લોકમાં આવતા નથી.
દેવલોકમાં રહેલા દેવોને મનુષ્ય સંબંધી કામ ભોગમાં આદર થતો નથી તે વિષયો વસ્તુભૂત છે તેમ પણ તે જાણતો નથી, તે વિષયોમાં તેઓને કોઈ પ્રયોજન દેખાતું નથી, અથવા મને આ વિષયોની પુનઃ પ્રાપ્તિ થાય એ પ્રમાણે નિદાન પણ કરતા નથી, તથા આ વિષયો સ્થિર રહે તેવી ઇચ્છા પણ કરતા નથી... આ કારણે મનુષ્ય લોકમાં આવતા નથી.
(૨) પ્રેમ સંક્રાંતિ - દેવલોક સંબંધી કામ ભોગોમાં મૂછ થવાથી જ મનુષ્ય સંબંધી વિષયોનો સ્નેહ નાશ પામે છે... રાગ દિવ્ય પ્રેમમાં સંક્રાંત થઈ જાય છે તેથી મનુષ્ય લોકમાં આવતા નથી.