________________
१४८
अथ स्थानमुक्तासरिका ત્રણ કારણથી સાંભોગિકને વિસાંભોગિક કરનાર સામાયિક કે આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, પણ આજ્ઞાનું પાલન જ કરે છે. ત્રણ કારણ નીચે પ્રમાણે. ' (૧) સાંભોગિક વડે કરાતી અસાંભોગિક સાથે દાન - ગ્રહણાદિ રૂપ અસામાચારીને પોતે સાક્ષાત્ જોઈને...
(૨) શ્રદ્ધા કરવા યોગ્ય વચન હોય તેવા અન્ય સાધુના વચનને અવધારીને... | (૩) અકલ્પનું ગ્રહણ - અને પાસત્થા સાધુને આપવું વિગેરે સાવદ્ય વિષય રૂ૫ પ્રતિજ્ઞાના ભંગને આશ્રયીને એકવાર - બે વાર કે ત્રણ વારમાં ઇરાદા વગર મૃષા બોલીને પાછો વળે તો તેને આલોચના કરાવે અને યોગ્ય પ્રાયશ્ચિત અપાવે.
પરંતુ ચોથી વાર મૃષાવાદનો આશ્રયી હોય તે આલોચનાને યોગ્ય નથી - કારણ કે તેનામાં અહંકારનો સદ્ભાવ રહેલો છે. તેવો આત્મા કદાચ આલોચના કરે તો પણ તેને પ્રાયશ્ચિત અપાતું નથી.
આમાંથી પ્રથમના બે સ્થાન મોટા દોષના આશ્રય રૂપ છે, તેથી તેમાં જાણવા માત્રથી કે સાંભળવા માત્રથી વિસાંભોગિક કરાય છે. ત્રીજું સ્થાન તો અલ્પ દોષવાળું છે તેથી તેમાં ચોથી વારે વિસાંભોગિક કરાય છે.
હવે અનુજ્ઞા - સમનુજ્ઞા તથા ઉપસંપદાના ત્રણ-ત્રણ સ્થાન બતાવે છે. અનુજ્ઞા :- અધિકાર. કોઈ ગુણના અભાવમાં પણ અનુજ્ઞા હોય છે
તેના ત્રણ પ્રકાર... (૧) આચાર્યત્વની (૨) ઉપાધ્યાયત્વની (૩) ગણિત્વની ગુણોના ધારક આત્માને આચાર્યાદિ રૂપે સ્વીકારવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને અનુજ્ઞા કહેવાય છે... એ રીતે સમનુજ્ઞા - ઉપસંપદાના પણ ત્રણ પ્રકાર જાણવા.
સમનુજ્ઞા - ઔત્સર્ગિકગુણ યુક્તને આચાર્યાદિપણાએ જે અનુજ્ઞા તે સમનુજ્ઞા... અર્થાત્ સમગ્ર ગુણોની વિદ્યમાનતામાં સમનુજ્ઞા હોય છે. વ્રત સંપન્ન - વ્રતના પાલક – ઉચિત કાળમાં સૂત્રાર્થને ગ્રહણ કરવા વિગેરે મુનિઓના આ ઔત્સર્ગિક ગુણો છે.
ઉપસંપદા:- જ્ઞાન-દર્શન અને ચારિત્રની વિશિષ્ટ પ્રાપ્તિ માટે અન્ય ગણના આચાર્યાદિ પાસે જઈને અલ્પકાલ માટે “હું તમારો છું તેમ કહી તેમની નિશ્રા સ્વીકારવી.. તે આ રીતે,
પોતાના આચાર્યાદિ વડે આદેશ કરાયેલ કોઈક સાધુ, સમ્યફ શ્રુત ગ્રંથો (આગમો) ના અથવા દર્શન પ્રભાવક શાસ્ત્રો (સમ્મતિ તર્ક વિગેરે) ના સૂત્ર તથા અર્થના અભ્યાસ માટે, સ્થિરિકરણ કરવા માટે, ભૂલેલાને સ્થિર કરવા માટે, ચારિત્રની પુષ્ટિ માટે, વૈયાવૃત્ય માટે, અથવા તપશ્ચર્યા માટે અન્ય આચાર્યને સ્વીકારે છે. આ રીતે ઉપાધ્યાય - ગણિની પણ જાણવી.