________________
१४६
अथ स्थानमुक्तासरिका
(૩) આલોચના કરનારના ભવોભવ પ્રશસ્ત થાય છે...
આવા સારા પરિણામ આવવાથી આત્મા આલોચનાદિ કરે છે.
આલોચનાની સફળતા ઃ- દોષ સેવન સમયે માયાવી, પરંતુ આલોચના આદિના સમયે અમાયાવી સરળતા જ હોય જો તે ન હોય તો આલોચના દ્વારા કર્મ ક્ષય રૂપ સફળતા ન
મળે. ॥૬॥
यस्त्वमायी स आलोचनादिकं प्रतिपद्य निरतिचारो भवति तथाभूतस्य ज्ञानादीनि स्वस्वरूपं लभन्ते ततश्च विशुद्धस्याभ्यन्तरसम्पत्तयो भवन्तीति तां त्रिधा कुर्वन्नाह—
सूत्रार्थतदुभयधराणां निर्ग्रन्थानां जङ्गमिकभङ्गिकक्षौमिकाणि वस्त्राण्यलाबूदारुमृन्मयपात्राणि च धर्तुं परिभोक्तुञ्च कल्पन्ते ॥ ६१ ॥
सूत्रेति, सूत्रधरोऽर्थधरस्तदुभयधरश्चेत्यर्थः यथोत्तरं प्रधाना एते, जङ्गमिकमौर्णिकादि, भङ्गिकमतसीमयं क्षौमिकं कार्पासिकम्, वस्त्रग्रहणकारणानि च लज्जाविवृताङ्गदर्शनजप्रवचनजुगुप्सापरिहरणादीनि । एतानि वस्त्राणि निर्ग्रन्थानां निर्ग्रन्थीनाञ्च धर्तुं परिभोक्तुं च મુખ્યને, અન્ને સ્પષ્ટમ્ ॥૬॥
'
અમાયાવી આલોચનાદિનાં સ્વીકારથી નિરતિચાર રૂપ થાય છે, અને તેવો આત્મા જ્ઞાન વિગેરે સ્વ-સ્વભાવને મેળવે છે, અને આવા વિશુદ્ધ આત્મા અત્યંતર સંપત્તિને પ્રાપ્ત કરે છે... આવી ત્રણ પ્રકારની સંપત્તિ અહીં જણાવે છે.
સંપત્તિ ત્રણ પ્રકારે છે...
(૧) સૂત્રને ગ્રહણ કરનાર (૨) અર્થને ગ્રહણ કરનાર (૩) તદુભયધર... (સૂત્ર તથા અર્થને ગ્રહણ કરનારા)
આ ત્રણે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
નિગ્રંથ સાધુ તથા સાધ્વીજીને ત્રણ પ્રકારના વસ્ત્ર રાખવા તથા પહેરવા કલ્પે છે...
(૧) જાંગિક - ઉનના વસ્ત્ર (૨) ભાંગિક શણના વસ્ત્ર અથવા રેશમી વસ્ત્ર (૩) ક્ષૌમિક
રૂના વસ્ત્ર...
નિગ્રંથ સાધુ - સાધ્વીજી ભગવંતોને ત્રણ પ્રકારના પાત્ર ધારણ કરવા કલ્પે છે.
(૧) તુંબડાનું પાત્ર (૨) કાષ્ટ - લાકડાનું (૩) માટીનું પાત્ર
નિગ્રંથ સાધુ - સાધ્વીજી ભગવંતને વસ્ત્ર ધારણ કરવાના ઉપભોગ કરવાના ત્રણ કારણ... (૧) લજ્જાના નિમિત્તે (૨) ખુલ્લા શરીર દ્વારા શાસનની હેલના ન થાય તે માટે. (૩) શીત ઠંડી આદિના પરિહાર માટે. II૬૧॥