________________
स्थानांगसूत्र
મારા માનની હાનિ થાય તો પ્રાયશ્ચિત કેમ કરૂં ?
હમણાં પાપ કરી રહ્યો છું તો તે સારું નથી એમ કેમ કહ્યું ?
ભવિષ્યમાં પણ આ પાપ કરવાનો છું તો પ્રાયશ્ચિત - આલોચના શા માટે ?
આવું પ્રકારના અભિમાનથી.........
ગુરુને નિવેદન ક૨વા રૂપ આલોચના...
મિચ્છા મિ દુક્કડમ્ આપવા રૂપ પ્રતિક્રમણ...
આત્માની સાક્ષીએ નિંદા... ગુરુની સાક્ષી રૂપ ગઈ...
પાપના વિચારને દૂર કરવા રૂપ વિત્રોટના...
આત્માના કે ચારિત્રના અતિચાર રૂપ મલને ધોવારૂપ વિશોધનં...
ફરી આવું પાપ નહીં કરૂં તેવા સ્વીકારરૂપ અકરણતાભ્યુત્થાનં
પાપને છેદન કરનાર યથાયોગ્ય વિગઇના ત્યાગ રૂપ તપકર્મ ને સ્વીકારે નહીં...
તદુપરાંત આલોચના કરવાથી મારી અપકીર્તિ થશે... મારો અપયશ થશે... સાધુઓ મારો અવિનય કરશે આવા ભયથી આલોચનાદિ કરતો નથી.
કીર્તિ - એક દિશામાં વિસ્તાર પામનારી...
१४५
વર્ણવાદ - યશ = સર્વ દિશામાં પ્રસિદ્ધ પામનાર... આ સૂત્ર જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ નથી તેવા પુરુષની અપેક્ષાવાળું છે...
તદુપરાંત આલોચના ક૨વાથી મારી કીર્તિ ઓછી થશે.. મારો યશ ઓછો થશે... મારા પૂજા સત્કા૨ ઓછા થશે આવા ભયથી આલોચનાદિ કરતો નથી...
આ સૂત્ર જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ છે તેવા પુરુષની અપેક્ષાવાળું છે.
હવે આલોચના - પ્રાયશ્ચિત સ્વીકા૨ ક૨વા રૂપ ત્રણ કારણો જણાવાય છે...
(૧) માયાવીને આ લોક ગર્તિત થાય છે...
(૨) માયાવીને પરલોક ગર્તિત થાય છે... (કિલ્બિષિક વિગેરેમાં ઉત્પત્તિ થાય)
(૩) માયાવીને ભવોભવ ગર્તિત થાય છે...
આવા કટુ પરિણામથી દોષનું સેવન થઇ ગયા બાદ આત્મા આલોચનાદિ કરે છે.
તદુપરાંત
(૧) આલોચના કરનારનો આ લોક પ્રશસ્ત થાય છે...
(૨) આલોચના કરનારનો પરલોક પ્રશસ્ત થાય છે...