________________
१४१
स्थानांगसूत्र
અજીવાભિગમ:- અજીવનો બોધ
ઉર્ધ્વ દિશા - અધો દિશા તથા પૂર્વાદિ ચાર આમ છએ દિશામાં પૂર્વોક્ત ગતિ વિ. તેર બોલ , સંભવે છે.
આ જીવાભિગમ સુધી સામાન્યથી જીવ સૂત્રો છે. નારકાદિ (દેવ) માં આ તેર બોલનો સમસ્તપણે અસંભવ છે, પંચેન્દ્રિય તિર્યંચ તેમજ મનુષ્યને વિષે તેનો સંભવ છે.
નારક અને દેવોમાં નારકાદિ બાવીશ દંડકના જીવો ઉત્પન્ન થતા નથી આથી ઉર્ધ્વ અને અધો દિશાની વિવક્ષાએ ગતિ અને આગતિનો અભાવ છે.
તથા દર્શન - જ્ઞાન અને જીવાભિગમ આ ત્રણે અભિગમ ગુણ પ્રત્યયવાળા અવધિ વગેરે પ્રત્યક્ષ રૂપ ત્રણ દિશામાં ન હોય.
ભવ પ્રત્યય અવધિ પક્ષમાં તો નારક અને જયોતિષ્કો તિર્યમ્ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતરો ઉર્ધ્વ અવધિવાળા અને વૈમાનિકો અધો અવધિવાળા હોય છે.
એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયને તો અવધિ જ્ઞાન જ નથી. પછી
प्रत्येकं पृथिव्यादयः प्रायोऽङ्गुलासंख्येयभागमात्रावगाहनत्वादच्छेद्यादिस्वभावा व्यवहारतो भवन्तीति निश्चयेन तत्प्रस्तावादच्छेद्यादीनाह
समयप्रदेशपरमाणवोऽच्छेद्याभेद्यादाह्याश्च, प्रमादेन कृतं दुःखं भीरवः प्राणिनोऽप्रमादेन च तद्वद्यते ॥१८॥
समयेति, समयः कालविशेषः, प्रदेशो धर्माधर्माकाशजीवपुद्गलानां निरवयवोंऽशः, परमाणुः अस्कन्धः पुद्गलः, एते बुद्ध्या क्षुरिकादिशस्त्रेण वा च्छेत्तुमशक्याः, अन्यथा समयादित्वायोगात् । सूच्यादिनाऽभेद्याः, अग्निक्षारादिनाऽदाह्याः चशब्देनानर्धा विभागद्वयाभावात्, अमध्या विभागत्रयाभावात्, अप्रदेशा निरवयवाः, अविभाज्या विभक्तुमशक्या इत्येते समुच्चीयन्ते । प्राणिनः कुतो दुःखं भवतीत्यत्राह प्रमादेनेति, अज्ञानसंशयमिथ्याज्ञानरागद्वेषमतिभ्रंशधर्मानादरयोगदुष्प्रणिधानलक्षणप्रमादेन बन्धहेतुना जीवेन कृतं दुःखं मरणादिरूपम्, प्राणिनश्च दुःखभीरवः, दुःखञ्च बन्धहेतुप्रतिपक्षभूतेनाप्रमादेन वेद्यते क्षिप्यत इति ॥५८॥
અહીં પૃથ્વી વિ. પ્રાયઃ અંગુલના અસંખ્યાત ભાગ માત્ર અવગાહનાવાળા હોવાથી ન છેદાય તેવા સ્વભાવવાળા વ્યવહારથી હોય છે, માટે તેના પ્રસ્તાવથી નિશ્ચય વડે અછઘ વિગેરે સૂત્રો કહે છે.
ત્રણ અછઘ છે. (૧) સમય (૨) પ્રદેશ (૩) પરમાણુ...