________________
१४०
अथ स्थानमुक्तासरिका
त्पादाभावादूर्वाधोदिशोविवक्षया गत्यागत्योरभावः, एवं दर्शनज्ञानजीवाभिगमा गुणप्रत्यया अवध्यादिप्रत्यक्षरूपा दिक्त्रये तेषां न सन्त्येव, भवप्रत्ययावधिपक्षे तु नारकज्योतिम्कास्तिर्यगवधयो भवनपतिव्यन्तरा ऊर्वावधयो वैमानिका अधोऽवधयः, एकेन्द्रियविकलेन्द्रियाणान्तु नास्त्येवावधिरिति ॥५७॥
હવે લોકસ્થિત અને દિશાની અપેક્ષાએ જીવોની ગતિ આદિનું નિરૂપણ કરાય છે... લોકસ્થિતિ ત્રણ પ્રકારે છે... તે આ પ્રમાણે...
આકાશ સર્વ દ્રવ્યોના આધાર રૂપ છે. તેથી આકાશને આધારે ઘનવાત તથા તનવાત વાયુ રહેલ છે, વાયુને આધારે ઘનોદધિ રહેલ છે અને ઘનોદધિને આધારે સાતમી તમતમપ્રભા વિગેરે પૃથ્વી રહેલ છે. આકાશ સ્વ પ્રતિષ્ઠિત છે તેને કોઇના આધારની જરૂર નથી.
આવા પ્રકારના લોકમાં જીવોની દિશાને આધારે ગતિ વિગેરે પણ થાય છે. દિશા ત્રણ પ્રકારની છે... ઉર્ધ્વ દિશા - અધો દિશા - તિર્ય દિશા...
દિશા - પૂર્વાદિપણાએ જેના વડે વસ્તુ વ્યવહાર કરાય છે તે દિશા અહીં તિર્યગુ પદ વડે પૂર્વ વિગેરે ચાર જ દિશાનું ગ્રહણ કરાય છે. વિદિશામાં ગતિ - આગતિ - જન્મ આદિ સંભવિત નથી. કારણ કે વિદિશામાં જીવોનું અનુશ્રેણિ અનુસાર ગમન હોય છે.
“આદિ' પદથી ગ્રાહ્ય આહાર, વૃદ્ધિ, હાનિ, ચલન, સમુદ્યાત, સંયોગ, દર્શન - જ્ઞાન અભિગમ અને જીવાભિગમમાં વિદિશાની વિવફા નથી.
ગતિ :- પ્રજ્ઞાપક સ્થાનની અપેક્ષા વડે મરીને અન્યત્ર જવું. આગતિ :- પ્રજ્ઞાપકની નજીકના સ્થાનમાં જવું. વ્યુત્ક્રાંતિ - ઉત્પત્તિ... આહાર તો પ્રસિદ્ધ જ છે.
વૃદ્ધિ - હાનિ :- શરીરનું વધવું તથા ઘટવું.... ગતિ પર્યાય (ચલન) જીવથી જ ચાલવું.. (લબ્ધિ જન્ય શરીરની ગતિ),
સમુદ્યાત :- વેદનાદિ સ્વરૂપ... કાલ સંયોગ :- વર્તનાદિ લક્ષણ રૂપ કાળનો અનુભવ અથવા મરણ... દર્શન અભિગમ:- અવધિ વિગેરે દર્શન રૂપ પ્રત્યક્ષ પ્રમાણ વડે થતો બોધ જ્ઞાન અભિગમ :- જ્ઞાનથી થતો બોધ જીવાભિગમ:- જીવોના શેયનું અવધિ વગેરે વડે જે અભિગમ તે જીવાભિગમ...