________________
१३८
अथ स्थानमुक्तासरिका भवन्ति केचित्, अतो व्रतारोपणकालविशेषमाह-उत्कृष्टेति, शिक्षामधीत इति शैक्षस्तस्य भूमयो महाव्रतारोपणकाललक्षणा अवस्थापदव्यः शैक्षभूमयः, उत्कृष्टा षड्भिर्मासैरुत्कर्षत उत्थाप्यते न तानतिक्रम्यत इति, मध्यमा चतुर्मासिका जघन्या रात्रिंदिवसप्तकमाना । शैक्षविपर्ययस्थविरभूमिनिरूपणायाह-जातीति, जन्मनाऽऽगमेन प्रव्रज्यया च थे वृद्धास्ते तथोच्यन्त इति भावः, तत्र षष्टिवर्षजातः श्रमणो जातिस्थवीरः, स्थानाङ्गसमवायधरो निर्ग्रन्थः श्रुतस्थविरः, विंशतिवर्षपर्यायः श्रमणः पर्यायस्थविर इति, एते त्रयः क्रमेणानुकम्पापूजावन्दनायोग्या इति ॥५६॥
પ્રવજ્યા સ્વીકારનારા નિગ્રંથ હોય છે તેથી તેનું સ્વરૂપ જણાવે છે. નો સંજ્ઞોપયુક્ત નિગ્રંથના ત્રણ ભેદ... (૧) પુલાક (૨) નિગ્રંથ (૩) સ્નાતક.. સંજ્ઞોપયુક્ત - નો સંજ્ઞોપયુક્ત નિગ્રંથ (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ.. નિગ્રંથ - બાહ્ય તથા અત્યંતર પરિગ્રહથી રહિત...
સંશોપયુક્ત - પૂર્વે અનુભવેલ આહારાદિનું સ્મરણ અથવા ભવિષ્યમાં આહારાદિની ચિંતાથી ઉપયુક્ત...
નો સંજ્ઞોપયુક્ત :- આહારાદિની સંજ્ઞાથી જે જોડાયેલા નથી તે... તેના ત્રણ પ્રકાર ...
(૧) મુલાક-તપશ્ચર્યા વિશેષથી પુલાક લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના સંયમને જે અસાર કરે તે...
(૨) નિગ્રંથ :- મોહનીય કર્મને ઉપશાંત કરનારા ૧૧ મા ગુણસ્થાનવર્તી અને મોહનીય કર્મને ક્ષય કરનારા ૧૨ મા ગુણસ્થાનવર્ધી મહાત્માઓ
(૩) સ્નાતક:- ઘનઘાતી ચાર કર્મનો ક્ષય દ્વારા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા.. (પુલાક સંયમી લબ્ધિના ઉપયોગ સમયે આહારાદિ સંજ્ઞા રહિત હોય છે.)
હવે સંજ્ઞોપયુક્ત - નો સંજ્ઞોપયુક્ત (ઉભય) ના ત્રણ પ્રકાર :
(૧) બકુશ - શરીર અને ઉપકરણની વિભૂષા વિગેરે વડે કાબર ચિતરું કરેલ છે ચારિત્ર રૂપ વસ્ત્ર જેણે તે
(૨) પ્રતિસેવના કુશીલ:- મૂલગુણો વિગેરેમાં પ્રતિસેવના અર્થાત્ દોષ લગાવવા વડે અશુભ છે આચાર જેના તે..
(૩) કષાય કુશીલ - કષાય વડે કુત્સિત છે આચાર જેનો તે...
કેટલાક નિગ્રંથો આરોપણ કરેલ વ્રતવાળા હોય છે આથી વ્રતના આરોપણનો કાળ જણાવે છે.