________________
१३५
स्थानांगसूत्र
ક્ષેત્ર લોક - બહુ સમ ભૂમિ ભાગરૂપ રત્નપ્રભાના ભાગને વિષે મેરુ પર્વતની મધ્યમાં આઠ ચક પ્રદેશ' હોય છે. તેની ઉપરના પ્રતર ઉપર નવસો યોજન સુધી જ્યોતિષ ચક્રનું ઉપરનું તલ છે, ત્યાં સુધી તિર્ય લોક છે. તિય લોકની આગળ ઉર્ધ્વ ભાગમાં રહેવાથી ઉર્ધ્વ લોક કંઈક ન્યૂન સાત રાજ પ્રમાણ છે.
ચક પ્રદેશના નીચેના પ્રતરની નીચે નવસો યોજન પર્યંત તિર્થગુ લોક છે. તેની આગળ નીચેના ભાગમાં રહેવાથી કંઇક અધિક સાત રાજ પ્રમાણ અધોલોક છે.
અધો લોક અને ઉર્ધ્વ લોકની મધ્યમાં અઢારસો યોજન પ્રમાણ તિય ભાગમાં રહેતો હોવાથી તિર્ય લોક છે. પsll
धर्मादिलाभसमयमाहत्रिभिर्यामैर्वयोभिश्च धर्मश्रवणबोध्यादिलाभः ॥५४॥
त्रिभिरिति, यद्यपि रात्रेर्दिनस्य च चतुर्थभागोऽपि प्रसिद्धस्तथापि त्रिभाग एव पूर्वमध्यापरभेदेन त्रिस्थानकानुरोधाद्विवक्षितः, धर्मश्रवणबोधिमुण्डनानगारप्रव्रज्याब्रह्मचर्यवाससंयमसंवराभिनिबोधिकज्ञानकेवलदर्शनादयो दिनस्य रात्रेर्वा यामेषु भवन्ति, तथा प्रथम मध्यते पश्चिमे वा वयसीति ॥५४॥
હવે ધર્માદિ લાભનો સમય કહે છે. ત્રણ યામ તથા ત્રણે વયમાં ધર્મશ્રવણ તથા બોધિલાભ વિ. થાય છે.
યામ ત્રણ છે.. યામ પ્રહર...સામાન્ય રીતે રાત્રિ અને દિવસનો ચોથો ભાગ તે યામ કહેવાય છે, પણ અહીં ત્રણ ભાગ વિવક્ષિત છે. પૂર્વ રાત્રિ – મધ્યમ રાત્રિ અને પાછલી રાત્રિને આશ્રયીને “ત્રિયામા' કહેવાય છે.
ધર્મનું શ્રવણ – બોધિ પ્રાપ્તિ - મુંડન દ્વારા અણગાર પ્રવ્રજ્યા - બ્રહ્મચર્યમાં વાસ - સંયમમાં પ્રયત્ન - સંવર આરાધના - આભિનિબોધિકજ્ઞાન.. તથા કેવલ દર્શન વિગેરે દિવસ કે રાત્રિના ત્રણે યામમાં પ્રાપ્ત થઈ શકે છે.
તે જ રીતે પ્રથમ - મધ્યમ - અને પશ્ચિમ વયમાં પણ આ સર્વેની પ્રાપ્તિ થાય છે. ૫૪. अथ बोध्यादिमाश्रित्याह
बुद्धा मूढाश्च ज्ञानदर्शनचारित्रेषु, इहपरद्विधाप्रतिबद्धभेदात् पुरतो मार्गतो द्विधाप्रतिबद्धभेदात्तोदयित्वा प्लावयित्वा सम्भाष्येति भेदादवपाताख्यात सङ्केत्तभेदाच्च त्रिधा प्रव्रज्या ॥५५॥