________________
स्थानांगसूत्र
१३३
जीवविशेषाश्रयेणाह -
शीलव्रतादिरहिता राजानो माण्डलिका महारम्भा अप्रतिष्ठाननरकभाजः, પરિ त्यक्तकामभोगा राजानः सेनापतयः प्रशास्तारः सर्वार्थसिद्ध उत्पद्यन्ते ॥५२॥
शीलेति, शुभस्वभावरहिताः प्राणातिपातादिभ्योऽविरताः प्रतिपन्नापरिपालनादिना निर्मर्यादाः प्रत्याख्यानपौषधोपवासादिरहिताश्च कालं कृत्वा सप्तमपृथिव्यामप्रतिष्ठाने नरके नारकत्वेन राजान:-चक्रवर्त्तिवासुदेवा माण्डलिकाश्शेषा राजानो महारम्भाः पञ्चेन्द्रियादिव्यपरोपणप्रधानकर्मकारिण उत्पद्यन्ते तत्र पृथिव्याद्येकेन्द्रियतयाऽन्येषामप्युत्पादान्नारकत्वेनेत्युक्तम् । ये च सुशीलास्सुव्रतास्सगुणास्समर्यादास्सप्रत्याख्यानपौषधोपवासास्ते कालं कृत्वा सर्वार्थसिद्धे महाविमाने देवत्वेन परित्यक्तकामभोगा राजानः सेनापतयः प्रशास्तारो लेखाचार्यादयो धर्मशास्त्रपाठकाश्च समुत्पद्यन्ते ॥५२॥
હવે જીવ વિશેષને આશ્રયીને ગતિની વિચારણા છે...
સારા સ્વભાવથી રહિત, પ્રાણાતિપાતાદિ વિરમણથી અવિરત, સ્વીકારેલ પ્રતિજ્ઞાનું પાલન નહીં કરવાથી મર્યાદા - પચ્ચક્ખાણ તથા પૌષધોપવાસથી રહિત આત્મા તે સમયે કાલ કરે તો સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકવાસમાં નારકી રૂપે ઉત્પન્ન થાય છે.
રાજાઓ :- ચક્રવર્તી અને વાસુદેવો - માંડલિકો - સામાન્ય રાજાઓ તેમજ મહા આરંભ સમારંભ કરનાર અર્થાત્ પંચેન્દ્રિય જીવાદિનો ઘાત કરનારા - મહાપાપ કર્મ કરનારાઓ નરકમાં જાય છે
(અહીં સાતમી નરકનું કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવું જોઇએ. જીવહિંસાદિ આશ્રવોમાં આસક્ત બની વ્રતાદિ ગ્રહણ ન કરે તો આવી ગતિ સમજવી - આસક્તિની તીવ્રતા - મંદતા તથા આયુ બંધ સમયની પરિણતિને અનુસાર ગમે તે નરકમાં પણ તે આત્મા જાય.)
અહીં ‘નારકન્વેન’ જે કહ્યું પૃથ્વીકાયિકપણું વિગેરેના વ્યવચ્છેદ માટે છે. એકેન્દ્રિય આદિ ગતિમાં પણ પાપી રાજા જાય છે, તેમ એકેન્દ્રિય આદિ ગતિમાં બીજા જીવો પણ જાય છે તેથી પાપી રાજાઓ નરકમાં જાય છે તેમ કહ્યું.
સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ ઃ- સારા શીલ - સ્વભાવવાળા, સારા વ્રતવાળા, સદ્ગુણી, મર્યાદાવાળા, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસથી યુક્ત આત્માઓ કાલ સમયે કાલ કરીને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે.
કામ ભોગનો પરિત્યાગ કરી સર્વવિરત બન્યા હોય તેવા રાજા - સેનાપતિ તથા મંત્રી અને લેખાચાર્ય ધર્મપાઠકો આ ગતિને પામે છે. II૫૨