________________
१३२
अथ स्थानमुक्तासरिका વિવૃત્ત યોનિ :- જે ઉત્પત્તિ સ્થાન ખુલ્લું હોય... સંવૃત્ત-વિવૃત્ત યોનિ :- જે ઉત્પત્તિ સ્થાન ખુલ્લું તથા ઢાંકેલું હોય. કૂર્મોન્નતા યોનિ - કાચબા જેવી યોનિ... શંખાવર્તા યોનિ :- શંખની જેમ આવર્ત વાળી વંશી પત્રિકા યોનિ - વાંસના પાન જેવી આકારવાળી યોનિ... હવે યોનિને આશ્રયીને ઉત્પત્તિ કહેવાય છે... શીતોષ્ણ (મિશ્ર) યોનિ - સર્વે દેવો - ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોને આ યોનિ.... ઉષ્ણ યોનિ :- તેજસ્કાયને આ યોનિ હોય છે. નરકના જીવોને શીત તથા ઉષ્ણ બંને યોનિ હોય છે.
તેઉકાય જીવો સિવાયના એકેન્દ્રિય - વિકલેન્દ્રિય - સંમૂચ્છિમ તિર્યચપંચેન્દ્રિય - અને સંમૂચ્છિમ મનુષ્યને ત્રણે પ્રકારની યોનિ હોય છે.
અચિત્ત - નારક અને દેવોને અચિત્ત યોનિ મિશ્ર - ગર્ભજ મનુષ્ય તથા તિર્યંચોને મિશ્ર યોનિ ત્રણે યોનિ - એકેન્દ્રિય - વિકલેન્દ્રિય - સંમૂછિમ પંચેન્દ્રિયતિર્યંચ તથા મનુષ્યોને ત્રણે યોનિ.. સંવૃત્ત - એકેન્દ્રિય - નારકી તથા દેવોને સંવૃત્ત યોનિ
સ્પષ્ટ નહીં જણાવાથી એકેન્દ્રિયોને, ઢાંકેલા ગોખના જેવી હોવાથી નારકીઓને અને શયામાં ઢાંકેલ દેવદૂષ્ય વસ્ત્રથી દેવોનો ઉત્પાદ હોવાથી આ યોનિ છે.
વિવૃત્ત - વિકલેન્દ્રિયોને વિવૃત્ત યોનિ કારણ કે તેઓના ઉત્પત્તિ સ્થાનો સ્પષ્ટ જણાય છે.
સંવૃત્ત-વિવૃત્ત - ગર્ભજ મનુષ્યો અને ગર્ભજ તિર્યંચોને આ યોનિ હોય છે, કારણ કે ગર્ભ, અંદરના સ્વરૂપે જણાતો નથી અને ઉદરવૃદ્ધિ વિગેરે લક્ષણથી જણાય છે માટે કંઈક ઢાંકેલી – કંઈક ખુલ્લી સમજવી.
કૂમત્રતા :- આ યોનિમાં અરિહંત - ચક્રવર્તી - તથા બલદેવ - વાસુદેવ પેદા થાય છે.
શંખાવર્તા - આ યોનિ ચક્રવર્તીના સ્ત્રી રત્નને હોય છે. આ યોનિમાં ઘણા જીવ અને પુદ્ગલ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે પરંતુ નિષ્પન્ન થતા નથી.
વંશી પત્રિકા :- આ યોનિ સામાન્ય લોકોની માતાને હોય છે. આ યોનિમાં અનેક સામાન્ય લોકો ગર્ભમાં આવે છે. પલા