________________
१३०
अथ स्थानमुक्तासरिका નારક તથા એકેન્દ્રિયોને ઉપકરણનો અભાવ હોવાથી ઉપધિનું વર્જન છે. પરિગ્રહ:- એટલે મૂછ - આસક્તિ - અહીં “આ આનું છે એવો વ્યવહાર” તે પરિગ્રહ છે. નારક અને એકેન્દ્રિયોને કર્મ વિગેરે સંભવે છે પરંતુ ભાષ્ઠાદિ ઉપથિ - પરિગ્રહ સંભવે નહીં. આ આનું છે એવા વ્યવહાર” રૂપ પરિગ્રહ ન હોવાથી મૂળમાં નારકીને ઉપધિ નથી તેમ જણાવ્યું. બીજા પ્રકાર વડે નારકીને ઉપધિ તથા પરિગ્રહ જણાવે છે. સચિત્ત ઉપધિ જેમ પત્થરનું ભાજન... અચિત્ત ઉપધિ એટલે વસ્ત્રાદિ... મિશ્ર ઉપાધિ પ્રાયઃ શસ્ત્રાદિથી પરિણત પત્થરનું ભાજન. નારકોને સચિત્ત ઉપધિ શરીર છે... અચિત્ત ઉત્પત્તિનું સ્થાન હોય છે.
મિશ્ર ઉપધિ ઉચ્છવાસ વિગેરે પુદ્ગલ સહિત શરીર... તેઓને સચેતન - અચેતનપણાથી મિશ્ર છે... ll૪લા
जीवधर्माश्रयेणाह__पञ्चेन्द्रियाप्रणिधानं संयतमनुष्याणां सुप्रणिधानं योगास्त्रिधा ॥५०॥
पञ्चेन्द्रियेति, पञ्चेन्द्रियमात्रजीवानां प्रणिधानमेकाग्रता तच्च मनःप्रभृति सम्बन्धिभेदास्त्रिधा, तच्च सर्वेषां पञ्चेन्द्रियाणाम्, तदन्येषां न, सामस्त्येन योगाभावात्, तत्र शुभप्रणिधानं संयतमनुष्याणामेव, अस्य चारित्रपरिणामरूपत्वादित्याशयेनाह-संयतमनुष्याणामिति ॥५०॥
જીવના ધર્મને આશ્રયીને પ્રસ્તુત સૂત્ર કહેવાય છે.
પ્રણિધાન :- એટલે મનની એકાગ્રતા... મન પ્રણિધાન - વચન પ્રણિધાન - કાયા પ્રણિધાન - આમ તેના ત્રણ પ્રકાર છે. દરેક પંચેન્દ્રિય જીવોને ત્રણ પ્રણિધાન હોય છે.
એકેન્દ્રિય - વિકસેન્દ્રિયને ત્રણે પ્રણિધાનનો સદ્ભાવ નથી - કારણ કે તેમને ત્રણ યોગ નથી તેથી તેને વર્જીને બાકીના પંચેન્દ્રિયોનું કથન કર્યું છે.
પ્રણિધાનના બે પ્રકાર (૧) શુભ પ્રણિધાન (૨) અશુભ પ્રણિધાન- શુભ પ્રણિધાન ચારિત્રનો પરિણામ હોવાથી સંયત આત્માઓને જ હોય છે. /૫ના.
अथ योनित्रैविध्यमाह
शीतोष्णमिश्रभेदात्सचित्ताचित्तमिश्रभेदात्संवृतविवृतमिश्रभेदात्कूर्मोन्नतशंखावर्त्तवंशीपत्रिकाभेदाच्च त्रिविधा योनिः ॥५१॥
शीतेति, युवन्ति तैजसकार्मणशरीरवन्तः सन्त औदारिकादिशरीरेण मिश्रीभवन्त्यस्यामिति योनिर्जीवस्योत्पत्तिस्थानं शीतादिस्पर्शवत्, तत्र मिश्रयोनिका गर्भव्युत्क्रान्ताः सर्वे देवाश्च,