________________
૨૮
:
अथ स्थानमुक्तासरिका
धर्माचार्यं दुर्भिक्षदेशात्सुभिक्षदेशं कान्तारान्निष्कान्तारं देशं वा नयेत्, दीर्घकालिकाद्रोगातङ्काद्वा विमोचयेत्तथापि न स कृतप्रत्युपकारो भवत्यपि तु धर्मस्थापनेनैव कृतोपकारो भवतीति ॥४७॥
આ ધર્માચાર્ય એ. ધર્માચાર્ય રૂપે અરિહંત ભગવંતોની દેવી પૂજા વિગેરે માટે પૃથ્વીતલ પર આવે છે, આવા ધર્માચાર્યનો ઉપકાર વાળવો અશક્ય છે જેથી પ્રસ્તુત સૂત્રમાં તે વિષય જણાવી રહ્યા છે..
દુષ્પતિકાર ત્રણ વ્યક્તિ :
માતા - પિતા આજીવિકામાં સહાય તેવા સ્વામી તથા ધર્મદાતા એવા ધર્માચાર્ય આ ત્રણ વ્યક્તિનો કષ્ટ પૂર્વક ઉપકારનો બદલો વાળી શકાય – અર્થાત્ તેઓનો પ્રત્યુપકાર કરવો અશક્ય છે. - પિતરી - માતા - પિતા, જનકપણે બંનેમાં એકત્વની વિવક્ષા કરી હોવાથી તે બંનેનું એક સ્થાન છે. ભર્તા :- પોષક - સ્વામી - શેઠ... ધર્માચાર્ય :- ધર્મમાં જોડનાર... ધર્મ પ્રદાતા.
'दुष्प्रतिकारौ माता पितरौ, स्वामी गुरुश्च लोकेस्मिन् ।
तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतर प्रतीकारः ॥' માતા-પિતાના પ્રત્યુપકારનો ઉપાય - કોઈ માનવ જો રોજ માતા-પિતાનું શતપાક અથવા સહસ્ર પાક તેલ વડે માલિશ કરે અને સુગંધી ચૂર્ણથી ચોળે અને ગંધયુક્ત ઉષ્ણ તથા શીત પાણી વડે સ્નાન કરાવી મનપસંદ – નિર્દોષ – સારી રીતે પકાવેલા - અઢાર પ્રકારના વ્યંજન યુક્ત ભોજન કરાવે... જીવન પર્યંત પીઠ પર બેસાડી તેમને વહન કરે. અર્થાત્ મુસાફરી કરાવે તો પણ તે પુત્ર માતા-પિતાના ઋણથી મુક્ત થઈ શકતો નથી.
પરંતુ જો તે પુત્ર પરમાત્માનો પ્રરૂપેલ ધર્મ કહીને – વિવિધ પ્રકારે સમજાવીને તેમને ધર્મમાં સ્થાપિત કરે તો આ રીતે ધર્મમાં સ્થાપન કરવા વડે માતા-પિતાનો સુખ પૂર્વક પ્રત્યુપકાર થઈ શકે. ધર્મમાં જોડવા એ મોટામાં મોટો ઉપકાર છે.
સ્વામી પ્રત્યુપકારઃ- કોઈ શ્રીમંત શેઠ કોઈક ગરીબ માણસને ધન વિગેરે આપીને તેને સારી સ્થિતિમાં લાવે - તેનો સમુત્કર્ષ કરે પછી તેને દરિદ્ર સ્વામીની સમક્ષ કે અસમક્ષ વિપુલ ભોગ સામગ્રીથી યુક્ત થાય, આ બાજુ તે શ્રીમંત શેઠ લાભાંતરાય કર્મના ઉદયથી અસહ્ય આપત્તિ આવે છતે દરિદ્ર થઈ જાય ત્યારે બીજા કોઈ શરણના અભાવે પહેલાનો દરિદ્રી પણ વર્તમાનમાં શ્રીમંત થયેલાંની પાસે જ્યારે આવે ત્યારે તે પૂર્વના ઉપકારી સ્વામીને - શેઠને જો પોતાનું સર્વસ્વ આપી દે તો પણ તેના ઉપકારનો બદલો વાળી શકતો નથી પરંતુ પરમાત્માએ પ્રરૂપેલ ધર્મમાં સ્થાપન કરવા માટે - ધર્મમાં સ્થિર કરવા વડે બદલો વાળી શકે.
ધર્માચાર્ય પ્રત્યુપકાર :- કોઈ મનુષ્ય ધર્માચાર્ય સમક્ષ કોઈ ધાર્મિક સારા વચનને સાંભળીને - ધારણ કરીને મૃત્યુને પામે અને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો, ત્યાર બાદ તે દેવ પોતાના