________________
१२६
अथ स्थानमुक्तासरिका તદુપરાંત પોતાની ઋદ્ધિ - વિમાન વિગેરેની સમૃદ્ધિ... દેહ તથા આભૂષણો વિગેરેની કાંતિ - યશ - બલ તથા પરાક્રમ વિગેરે બતાવવા માટે વિજળી -મેઘ ગર્જના વિગેરે કરે છે. જપા
अथ लोकान्धकारादीन्याह
सर्वत्रान्धकारोऽर्हनिर्वाणतद्धर्मतच्छुतव्यवच्छेदेभ्यः, उद्द्योतश्च तज्जन्मप्रव्रज्याज्ञानोत्पादमहिमासु, एवं देवसन्निपातादयोऽपि ॥४६॥
सर्वत्रेति, सर्वत्र क्षेत्रात्मके लोकेऽर्हत्सु निर्वाणं गच्छत्सु तत्प्रज्ञप्ते वा धर्मे तच्छुते वा व्यवच्छिद्यमाने द्रव्यतो लोकानुभावाद्भावतो वा प्रकाशस्वभावज्ञानाभावादन्धकारो भवेत्, अशोकाद्यष्टप्रकारां परमभक्तिपरसुरासुररचितां जन्मान्तरमहालवालविरूढानवद्यवासनाजलाभिषिक्तपुण्यमहातरुकल्याणफलकल्पां महाप्रातिहार्यरूपां पूजां निखिलप्रतिपन्थिप्रक्षयात्सिद्धिसौधशिखरारोहणञ्चार्हन्तीत्यर्हन्तः । राजमरणदेशनगरभङ्गादावपि दृश्यते दिशामन्धकारमानं रजस्वलतया, भगवत्स्वर्हदादिषु च निखिलभुवनजनानवद्यनयनसमानेषु विगच्छत्सु लोकान्धकारं भवतीत्येतत्किमद्भुतम् । तथोद्योतश्चार्हत्सु जायमानेषु प्रव्रजमानेषु केवलज्ञानोत्पादे देवकृतमहोत्सवेषु च । एभिरेव त्रिभिः स्थानैर्देवानां भुवि समवतारो देवकृतः प्रमोदकलकलो देवाभ्युत्थानतदासनचलनचैत्यवृक्षचलनादयो भवन्ति ॥४६॥
ત્રણ કારણોથી લોકમાં અંધકાર ફેલાય છે. (૧) અરિહંત ભગવાનના નિર્વાણ સમયે - (૨) અરિહંત ભગવંતે પ્રરૂપેલ ધર્મના વિચ્છેદ સમયે.. (૩) ચૌદ પૂર્વગત શ્રુતના વિચ્છેદ સમયે...
દ્રવ્યથી જગતના સ્વભાવથી અને ભાવથી પ્રકાશ સ્વભાવવાળા જ્ઞાનના અભાવથી આ અંધકાર થાય છે.
અરિહંતના સ્વરૂપને જણાવતાં કહ્યું છે...
શ્રેષ્ઠ ભક્તિમાં તત્પર એવા દેવો તથા અસુરોથી રચાયેલી... જન્માંતરરૂપ મોટા ક્યારામાં ઉગેલ તથા નિર્મળ વાસના રૂપ જલથી સીંચાયેલ પુણ્યરૂપ મહાવૃક્ષના કલ્યાણરૂપ ફલ સમાન અશોકવૃક્ષ વિગેરે અષ્ટ મહા પ્રાતિહાર્ય રૂપ પૂજાને યોગ્ય તથા સમસ્ત કર્મ શત્રુના ક્ષયથી સિદ્ધિરૂપ મહેલના શિખર ઉપર આરોહણ કરવા જે યોગ્ય છે તે અરિહંત..!
રાજાનું મરણ, દેશ તથા નગરના નાશ સમયે અતિશય ધૂળના ગોટા ઊડવાથી પણ દિશાઓમાં અંધકાર છવાઈ જાય છે તો સમસ્ત ભૂવનના લોકોને માટે નિર્દોષ નેત્ર સમાન પરમાત્મા અરિહંત ભગવંતોના વિયોગ સમયે લોકમાં અંધકાર થાય તેમાં શું આશ્ચર્ય !