________________
स्थानांगसूत्र
१२५
વૈમાનિક દેવોને તેજો - પદ્મ અને શુક્લ આ ત્રણ શુભ લેશ્યા હોય. જયોતિષ્ક દેવોમાં માત્ર તેજો વેશ્યા હોવાથી તેનું અહીં કથન નથી. અસુર કુમારની જેમ વાણવ્યંતર દેવોમાં પણ પ્રથમની ત્રણ અશુભ લેગ્યા જાણવી. ૪૪ ज्योतिष्काणां देवानाञ्च चलनादिकारणान्याह
वैक्रियकरणपरिचरणसङ्क्रमणानि तारकाणां चलनहेतवः, देवस्य विद्युत्स्तनितक्रिययोर्वैक्रियकरण परिचरणसमृद्धयाद्युपदर्शनानि हेतवः ॥४५॥
वैक्रियकरणेति, तारकमात्रं हि वैक्रियं कुर्वच्चलेत्, परिचरणं-मैथुनार्थं संरम्भयुक्तं वा चलेत्, स्थानाद्वैकस्मात्स्थानान्तरं संक्रामद्गच्छेत्, यथा धातकीखण्डादि मेरुं परिहरेदिति, अथवा क्वचिन्मद्धिके देवादौ चमरवद्वैक्रियादि कुर्वति सति तन्मार्गदानार्थं चलेत् । देवस्येति, वैक्रियकरणेति, एतानि हि सदर्पस्य भवन्ति, तत्प्रवृत्तस्य च दर्पोल्लासवतश्चलनविद्युद्गर्जनादीन्यपि भवन्तीति चलनविद्युत्कारादीनां वैक्रियादिकं कारणतयोक्तम्, विमानपरिवारादिः समृद्धिः, आदिना शरीराभरणादीनां धुतेर्यशसो बलस्य पराक्रमस्य च ग्रहणम् ॥४५।।
હવે પ્રસ્તુત સૂત્રમાં જયોતિષ્ક દેવોના ચાલવાના કારણો જણાવાય છે. તારાઓને ચાલવાના ત્રણ કારણ છે... અર્થાત્ તારા ચાલતા દેખાય છે. (૧) તેઓ વૈક્રિય રૂપ કરે ત્યારે...
(૨) પરિચરણ એટલે મૈથુન માટે અભિલાષાવાળા થયા હોય ત્યારે... અથવા સંભ્રમ થવાથી.
(૩) એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરે ત્યારે ચાલે... જેમકે ધાતકીખંડ આદિના મેરુ પર્વત છોડે..
અથવા ચમરની જેમ કોઈ મહા ઋદ્ધિવાળા દેવ વિગેરે વૈક્રિયાદિ રૂપ કરતા હોય ત્યારે તેમને માર્ગ આપવા માટે ચાલે – ખસી જાય ત્યારે.
દેવોને વિજળી તથા મેઘ ગર્જનાદિ ક્રિયા કરવાના ત્રણ કારણ છે.
(૧) વૈક્રિય રૂપે કરવું હોય ત્યારે... (૨) પરિચરણ માટે અર્થાતુ મૈથુન માટે અભિલાષાવાળા જતા હોય ત્યારે તથા (૩) પોતાની સમૃદ્ધિ બતાવવા માટે...
આ ક્રિયાઓ અભિમાન - ગર્વવાળા કરે છે. વૈક્રિયાદિ ક્રિયામાં પ્રવૃત્ત થયેલ અને અભિમાનના ઉલ્લાસવાળાઓને - ચલન, વીજળી, અને ગર્જના વિગેરે પણ હોય છે, આથી આ કારણો બતાવ્યા.