________________
१२४
अथ स्थानमुक्तासरिका તેઓના કુલગુરૂ વિગેરે તે ભોગ પુરુષ... રાજાના મિત્ર સમાન રાજન્ય પુરુષ આરક્ષક પુરુષ - ભોગ પુરુષ તથા રાજન્ય પુરુષ આ ત્રણે મધ્યમ પુરુષ મૂલ્ય આપી કામ કરનારા દાસી પુત્ર વિગેરે જઘન્ય પુરુષ આમ ઉત્તમ - મધ્યમ તથા જધન્ય આમ ત્રણ પ્રકાર...ll૪૩ી. अथ लेश्यास्त्रिस्थानकावतारेण निरुपयति
तेजोवायुविकलेन्द्रियनैरयिकाणामाद्यास्तिस्रो लेश्याः, कुमारवानव्यन्तराणां पृथिव्यब्वनस्पतीनाञ्च संक्लिष्टास्ता एव, पञ्चेन्द्रियतिर्यङ्मनुष्याणां संक्लिष्टा असंक्लिष्टाश्च तिस्रः, असंक्लिष्टास्तिस्रो वैमानिकानाम् ॥४४॥ __ तेज इति, आद्या इति कृष्णनीलकापोता इत्यर्थः, तेजोवायुविकलेन्द्रियेषु देवानुत्पत्त्या तेजोलेश्याया अभावात् निर्विशेषणतया लेश्यास्त्रय उक्ताः, पृथिव्यब्वनस्पतिषु देवोत्पादसम्भवात्तेजोलेश्यासद्भावात्संक्लिष्टेति विशेषणमुपात्तम्, असुरकुमाराणां तेजोलेश्या वर्त्तते परं सा न संक्लिष्टेति । पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणाञ्च संक्लिष्टा असंक्लिष्टास्तेजःपद्मशुक्ललेश्याः षडपि, वैमानिकानामसंक्लिष्टा एव त्रयः । ज्योतिष्काणां तेजोलेश्याया एव भावेन ते नोक्ताः, त्रिस्थानकानवतारादिति ॥४४॥
હવે ત્રણ સ્થાનકના અવતાર રૂપે વેશ્યાનું નિરૂપણ..
તેઉકાય - વાયુકાય તથા વિકલેન્દ્રિય તથા નરકના જીવોને કૃષ્ણ - નીલ તથા કાપોત આમ પ્રથમની ત્રણ લેશ્યા હોય છે.
તેલ - વાઉ - તથા વિકસેન્દ્રિયમાં દેવો ઉત્પન્ન થતાં નથી તેથી તેઓને તેજલેશ્યાનો અભાવ છે, આથી શુભ – અશુભ વિગેરે વિશેષપણ રહિત ત્રણ લેશ્યા કહી છે.
પૃથ્વીકાય - અપકાય તથા વનસ્પતિ કાયમાં દેવો ઉત્પન્ન થઈ શકતા હોવાથી તેઓને તેજો લેશ્યા જણાવી છે. “સંક્લિષ્ટા' વિશેષણ મૂકી તેઓને પ્રથમની ત્રણ અશુભલેશ્યા જણાવી છે.
અસુરકુમાર દેવોને તેજોલેશ્યા હોય છે પણ તે સંક્લિષ્ટ નથી હોતી તેથી તેવું કથન ન કરતાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા જણાવી છે.
પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યોને કૃષ્ણ - નીલ તથા કાપોત આ ત્રણ અશુભ લેશ્યા તથા તેજો - પદ્મ તથા શુક્લ આ ત્રણ શુભ લેશ્યા છે. આમ છ લેશ્યા હોય છે પણ શુભ – અશુભના ભેદથી ત્રણ - ત્રણ બતાવી છે.