________________
स्थानांगसूत्र
१२१
आरम्भादिकरणस्य क्रियान्तरस्य च फलं दर्शयतिप्राणातिपातमृषावादाकल्प्यान्नपानादिवितरणमल्पायुषे वैपरीत्यं दीर्घायुषे ॥४१॥
प्राणातिपातेति, प्राणातिपातो मृषावादो निर्ग्रन्थेभ्योऽप्रासुकान्नपानादिप्रदानं दातुरल्पायुषः कर्मणो निमित्तं भवति, अध्यवसायविशेषेणैतत्रयमुक्तफलं भवति, यो वा जीवो जिनादिगुणपक्षपातितया तत्पूजाद्यर्थं पृथिव्याद्यारम्भेण न्यासापहारादिना च प्राणातिपातादिषु वर्त्तते तस्य सरागसंयमनिरवद्यदाननिमित्तायुष्कापेक्षयाऽल्पायुष्कता विज्ञेया । प्राणातिपातविरत्यादीनाञ्च शुभस्यैव दीर्घायुषो निमित्तत्वमित्याह वैपरीत्यमिति । देवमनुष्यायुषी शुभे, प्राणातिपातमृषावादनिवृत्तिनिर्ग्रन्थवन्दननमस्कारसत्कारसन्मानकल्याणमङ्गलदैवतबुद्धिपूर्वकपर्युपासादितः
शुभदीर्घायुषो बन्ध इति भावः ॥४१॥
આરંભાદિ કરણ તથા અન્નાદિના દાન રૂપ બીજી ક્રિયાનું ફળ....
જીવ હિંસા કરનારા, અસત્ય બોલનારા, તથા નિગ્રંથ ગુરૂ ભગવંતોને દોષિત ગોચરી પાણી વહોરાવનારાને અલ્પ આયુષ્ય કર્મનો બંધ થાય છે. પરિણામની વિશેષતાથી ત્રણે ક્રિયાનું આ ફળ જાણવું.
જેઓ પરમાત્મા આદિની ભક્તિ રૂપ પક્ષપાત વડે તેઓની પૂજા - સત્કાર - સન્માન આદિ પ્રયોજનથી પૃથ્વીકાયાદિ જીવોના આરંભ તથા ન્યાસાપહાર (થાપણ ઓળવવી - કોઇ પૈસા આપી ગયું હોય તે પચાવી પાડવા - પાછા ન આપવા) આદિથી જીવ હિંસા આદિ પ્રવૃત્તિમાં જેઓ પ્રવર્તે છે તે જીવોને સરાગ સંયમ અને નિરવઘ દાનના નિમિત્તે જે આયુષ્ય બંધાય છે તેની અપેક્ષાએ અલ્પ આયુષ્ય જાણવું.
જીવ હિંસાની વિરતિ વિગેરે શુભ - દીર્ઘ આયુષ્યના નિમિત્ત છે આથી સૂત્રમાં ‘વૈપરીત્ર્યં’ શબ્દનો પ્રયોગ છે. અર્થાત્ અલ્પ આયુષ્ય બંધના કારણોથી વિપરીત કારણોથી શુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે.
દેવ તથા મનુષ્યનું આયુષ્ય શુભ ગણાય છે. હિંસામૃષાવાદ આદિની નિવૃત્તિ તથા નિગ્રંથ ગુરૂ ભગવંતોને વંદનની બુદ્ધિ પૂર્વક, નમનની બુદ્ધિ પૂર્વક, સત્કાર - સન્માનની બુદ્ધિ પૂર્વક તથા કલ્યાણની બુદ્ધિ પૂર્વક, મંગલની બુદ્ધિ પૂર્વક તથા દેવની બુદ્ધિ પૂર્વક તેમની સેવા - ભક્તિ કરવાથી શુભ દીર્ઘ આયુષ્યનો બંધ થાય છે. II૪૧॥
प्राणानतिपातादिकं गुप्तिसद्भाव इति तामाश्रित्याहगुप्त्यगुप्तिदण्डास्त्रिविधा योगतः ॥४२॥