________________
१२०
अथ स्थानमुक्तासरिका
વચનયોગ ચાર પ્રકારે છે. પણ કાયયોગ સાત પ્રકારે છે.
(૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાર્પણ કાયયોગ. - તેમાં ઔદારિક સુગમ છે. ઔદારિક મિશ્ર તો અપરિપૂર્ણ ઔદારિક જ ઔદારિક મિશ્ર કહેવાય છે.
જેમ ગોળથી મિશ્ર દહીં એટલે કે ગોળ વડે વ્યવહાર નથી કરાતો અને દહીં વડે પણ વ્યવહાર નથી કરાતો કારણ કે ગુડમિશ્ર જે દહીં છે તે ગોળ વડે અને દહીં વડે અપરિપૂર્ણ હોય છે.
એવી રીતે ઔદારિક કાર્મણની સાથે મિશ્ર છે તે ઔદારિકપણે વ્યવહાર કરવાનું શક્ય - યોગ્ય નથી અને કામણ પણાએ પણ વ્યવહાર કરવાને યોગ્ય નથી. કારણ કે અપરિપૂર્ણ હોવાથી તેને (કાર્મણ સહિત ઔદારિકને) ઔદારિક મિશ્રનો વ્યવહાર કરાય છે.
એવી રીતે વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર પણ જાણવું.
પ્રયોગ:- વ્યાપાર કરતા થકી મન વગેરેનું હેતુમાં કર્ણારૂપ જીવ વડે જે પ્રયોજન તે પ્રયોગ છે, તેના ત્રણ ભેદ છે. (૧) મનનો જે પ્રયોગ તે મનઃ પ્રયોગ. (૨) વચનનો જે પ્રયોગ તે વચન પ્રયોગ. (૩) કાયાનો જે પ્રયોગ તે કાય પ્રયોગ.
કરણ:- જે વડે કરાય છે તે કરણ છે.
તે કરણ મનન, ચિંતન વગેરે ક્રિયાઓને વિષે પ્રવર્તમાન આત્માના ઉપકરણ ભૂત, વળી તથારૂપ પરિણામવાળા પુદ્ગલનો સમૂહ.
મન એ જ કરણ તે મનકરણ, વચન એ જ કરણ તે વચનકરણ, કાયા એ જ કરણ તે કાયકરણ. બીજી રીતે કરણ ત્રણ પ્રકારે છે. (૧) આરંભ (૨) સંરંભ (૩) સમારંભ. આરંભ - આરંભવું તે આરંભ, પૃથ્વી આદિનું ઉપમર્દન કરવું અથવા આરંભ કરવો તે
આરંભ કરણ.
સંરંભ - હું આ જીવને પ્રાણથી રહિત કરૂં આવો જે વિચાર તે સંરંભ. સમારંભ :- અન્યને, પૃથિવી આદિને સંતાપ કરવો તે સમારંભ.
આ આરંભ આદિ ત્રણ કરણ નારકીથી લઈને વૈમાનિક સુધી બધાને હોય છે. માત્ર સંરંભ કરણ અસંશીઓને પૂર્વભવના સંસ્કારની અનુવૃત્તિ માત્રપણાએ વિચારવું કારણ કે મન વિના સંકલ્પ થઈ શકે નહીં. l૪૦ગા.