________________
स्थानांगसूत्र
११९ मेवमितरे अपि । करणत्रैविध्यं प्रकारान्तरेणाह आरम्भेति, पृथिव्याधुपमर्दकरणमारम्भकरणम्, पृथिव्यादिविषयं मनःसंक्लेशकरणं संरम्भकरणम्, तेषामेव सन्तापकरणं समारम्भकरणम् । इदमारम्भादिकरणत्रयं नारकादिवैमानिकान्तानां भवति, केवलं संरम्भकरणमसंज्ञिनां पूर्वभवसंस्कारानुवृत्तिमात्रतया भावनीयम् ॥४०॥
હવે યોગના નિરૂપણ માટે કહે છે. વિકલેન્દ્રિય - અપંચેન્દ્રિયોને ત્રણ યોગ હોય છે. કારણ કે એકેન્દ્રિયોને કાયયોગ જ હોય છે અને બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને કાયયોગ અને વચનયોગ જ હોય છે, પણ ત્રણ યોગ હોતા નથી માટે વિકલેન્દ્રિયને છોડીને બીજા બધા દંડકોમાં ત્રણ યોગ હોય છે.
યોગ :- વિર્યાતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિ વિશેષના પ્રત્યયરૂપ અભિસંધિ અને અનભિસંધિ પૂર્વક આત્માનું જે વીર્ય તે યોગ કહેવાય છે.
તે વીર્ય બે પ્રકારે છે. (૧) સકરણ વિર્ય, (૨) અકરણ વીર્ય. તેમાં અકરણ વીર્ય અલેશ્યી એવા કેવલીને સમસ્ત બ્રેય (જાણવા યોગ્ય) અને દશ્ય (દખવા યોગ્ય) પદાર્થને વિષે કેવલજ્ઞાન અને કેવલ દર્શનને જોડનાર જે અપરિસ્પદ (ચલન) રહિત, પ્રતિઘાત રહિત જે વીર્યવિશેષ તે અકરણવીર્ય છે.
અહીં આ અકરણ વીર્યનો અધિકાર નથી. વિવક્ષિત નથી પરંતુ સકરણ વીર્ય જ વિવક્ષિત છે. આ સકરણ વિર્યમાં જ યોગ શબ્દની વ્યુત્પત્તિ છે.
યોગ :- એટલે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જીવનો પરિણામ વિશેષ તે યોગ છે. આ યોગ ત્રણ પ્રકારે છે. (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) અને કાયયોગ.
મન વડે, વચન વડે, અથવા કાયાવડે યુક્ત જીવનો આત્મા સંબંધી જે વીર્ય પરિણામ તે જિનેશ્વરોએ યોગ સંજ્ઞાવાળો કહ્યો છે.
મનોયોગ - મન કરણથી યુક્ત જીવનો યોગ - વિર્યપર્યાય તે મનોયોગ છે. દુર્બલ માણસને લાકડીની જેમ જે મદદગાર થાય છે
તે મનોયોગ ચાર પ્રકારે છે. (૧) સત્ય મનોયોગ, (૨) અસત્ય મનોયોગ, (૩) સત્યમૃષા (મિશ્ર) મનોયોગ, (૪) અસત્યામૃષા (વ્યવહાર) મનોયોગ.
અથવા મનનો યોગ - કરવું, કરાવવું, અને અનુમતિરૂપ જે વ્યાપાર તે મનોયોગ છે. એવી જ રીતે વચન યોગ અને કાયયોગ પણ જાણવો. ૧. ઇચ્છાપૂર્વક દોડવું વગેરે ક્રિયા તે અભિસંધિ વીર્ય ૨. સ્વાભાવિક, જેમ આહારનું રસ વગેરે ધાતુરૂપે પરિણમવું તે અનભિસંધિ વીર્ય કહેવાય છે.