________________
स्थानांगसूत्र
११७
(૧) બાહ્ય અને અભ્યન્તર બંને પુગલોને ગ્રહણ કરીને (૨) બાહ્ય અને અભ્યત્તર ઊભય પુદ્ગલોને ગ્રહણ નહીં કરીને
(૩) બાહ્ય અને અભ્યન્તર ઉભય પુદ્ગલોને ગ્રહણ કરીને તેમ જ નહીં ગ્રહણ કરીને વિદુર્વણા કરે.
(૧) બાહ્ય અને અભ્યન્તર ઉભય પુદ્ગલોને ગ્રહણ કરવાથી ભવધારણીય શરીરની રચના કરવી, ત્યાર બાદ ભવધારણીય શરીરનું જ કેશ વગેરેનું રચવું થાય છે.
(૨) બાહ્ય અને અભ્યન્તર બંને પુગલોને નહીં ગ્રહણ કરવાથી ઘણા વખતથી વિમુર્વણા કરાયેલ શરીરનાં જ મુખ વગેરેનું વિકૃતિ - વિકાર કરવારૂપ વિદુર્વણા.
(૩) બાહ્ય અને અભ્યત્તર ઉભય પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ ન કરીને અનિષ્ટ બાહ્ય - અભ્યત્તર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી અને ઇષ્ટ બાહ્ય – અભ્યત્તર પુદ્ગલોનું ગ્રહણ ન કરવાથી ભવધારણીય શરીરથી જુદું અનિષ્ટરૂપ રચવું.
હમણાં જ વિદુર્વણા કહી. તે નારકોને પણ હોય છે. તેથી નારકોનું નિરૂપણ કરતા કહે છે. નારકો ત્રણ પ્રકારે છે. (૧) કતિ સંચિત (૨) અકતિસંચિત (૩) અવક્તવ્યક સંચિત (૧) કતિ સંચિત નારકો - એક સમયમાં કેટલા - સંખ્યાતા ઉત્પન્ન થયેલા તે કતિ સંચિત. સંખ્યાને કહેનાર “કતિ' શબ્દથી બે, ત્રણ, વગેરે સંખ્યાવાળા કહેવાય છે.
આ “કતિ' શબ્દ બીજે સ્થળે પ્રશ્ન વિશિષ્ટ સંખ્યાના વાચકપણે રૂઢ છે તો પણ અહીં સંખ્યા માત્રમાં જ જાણવો.
સંચિત = કેટલાક ઉત્પત્તિની સમાનતાથી બુદ્ધિ વડે એકત્રિત કરેલા. કતિ સંચિત :- એક સમયે એક સાથે સંખ્યાતા ઉત્પન્ન થયેલા નારકો તે કતિ સંચિત છે.
અકતિ સંચિત - એક એક સમયે અસંખ્યાતા ઉત્પન્ન થયા થકા એકત્ર કરેલા તે અકતિ સંચિત છે.
અવક્તવ્યક સંચિત - જે પરિણામ વિશેષ કતિ - સંખ્યાત અને અકતિ = અસંખ્યાત કે અનંત એમ નિર્ણય કરવાનું શક્ય નથી તે અવક્તવ્યક. તે એક એવી રીતે એક વડે જે સંચિત એટલે એકત્રિત કરાયેલ તે અવક્તવ્યક સંચિત.
બે થી લઇને સંખ્યાત સુધીની સંખ્યાને કતિ કહે છે. અસંખ્યાત અને અનંતને અકતિ કહે છે. એકને અવ્યક્તવ્યક કહે છે.