________________
११६
अथ स्थानमुक्तासरिका अवक्तव्यकसञ्चिताः समये समये एकतयोत्पन्ना इत्यर्थः, उत्पद्यन्ते हि नारका एकसमये एकादयोऽसंख्येयान्ता इति ॥३९।।
ત્રણ પ્રકારે વિદુર્વણા છે. (૧) બહારના પુદ્ગલોને વૈક્રિય સમુદ્યાત વડે ગ્રહણ કરીને વિકુર્વણા કરે. (૨) બહારના પુદ્ગલોને ગ્રહણ નહીં કરીને વિદુર્વણા કરે. (૩) બહારના પુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ ન કરીને પણ ઊભય રીતે વિદુર્વણા કરે.
(૧) ભવધારણીય (મૂલ) શરીરને અવગાહીને નહીં પ્રાપ્ત થયેલ (સ્પર્શીને નહીં રહેલ) બહારના ક્ષેત્ર પ્રદેશમાં રહેલા બાહ્ય પુદ્ગલોને વૈક્રિય સમુદ્દાત વડે ગ્રહણ કરીને જે વિદુર્વણા (ઉત્તર વૈક્રિય રૂપ વિદુર્વણા) કરાય છે તે પહેલી વિકર્વણા છે.
(૨) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ નહી કરીને જે કરાય છે તે ભવધારણીયરૂપ (સ્વાભાવિકી) બીજી વિદુર્વણા છે.
(૩) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને પણ તેમ જ નહીં ગ્રહણ કરીને પણ વળી જે ભવધારણીય શરીરને કંઇક વિશેષ કરવારૂપ કરાય છે તે ત્રીજી વિદુર્વણા છે.
અથવા વિદુર્વણા = શોભા કરવી. તેમાં (૧) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને આભરણ વગેરેની શોભા કરવી. (૨) બાહ્ય પુદ્ગલોને ગ્રહણ ન કરીને કેશ, નખની સુંદર રચનાદિ વડે શોભા કરવી.
(૩) ઊભયથી બાહ્ય પુગલોને ગ્રહણ કરીને તે જ ગ્રહણ નહીં કરીને પણ જે શોભા કરવી તે અથવા ગ્રહણ નહીં કરીને કાકીડો અને સર્પ વગેરેની રક્તતા - રાતાપણું અને ફણા વગેરે કરવારૂપ વિદુર્વણા કરવી.
વળી ત્રણ પ્રકારે વિદુર્વણા છે. (૧) અભ્યત્તર પુદ્ગલોને ગ્રહણ કરીને વિદુર્વણા કરે. (૨) અભ્યત્તર પુગલોને ગ્રહણ નહીં કરીને વિદુર્વણા કરે. (૩) અભ્યત્તર પુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ નહીં કરીને વિદુર્વણા કરે.
અભ્યત્તર પુદ્ગલો = ભવ ધારણીય - મૂલ શરીર વડે અથવા ઔદારિક શરીર વડે જે અવગાહેલા ક્ષેત્ર પ્રદેશો છે તેઓને વિષે જ જે વર્તે છે અર્થાત્ મૂળ શરીર કે ઔદારિક શરીરથી જે ક્ષેત્ર પ્રદેશો અવગાયેલા છે ત્યાં જ રહેલા છે તે અત્યંતર પુદગલો જાણવા.
હવે વિકુર્વણા = શોભા, વિભૂષા અર્થમાં તો ઘૂંકવું વગેરે અભ્યત્તર પુદ્ગલો જાણવા. વળી ત્રણ પ્રકારે વિદુર્વણા છે.