________________
स्थानांगसूत्र
१०७ આ આઠ પ્રકારના કર્મ મૂછથી ઉત્પન્ન થાય છે. માટે હવે મૂછનું સ્વરૂપ કહે છે. મૂછ બે પ્રકારે છે. (૧) પ્રેમ પ્રત્યય, (૨) દ્વેષ પ્રત્યય. મૂછ = મોહ સત્ અને અસતુના વિવેક (પૃથ્થકરણ) નો નાશ.
(૧) પ્રેમ પ્રત્યય મૂછ:- રાગના નિમિત્તે થનારી મૂછ તે પ્રેમ પ્રત્યય મૂછ. જે માયા અને લોભરૂપ છે.
(૨) દ્વેષ પ્રત્યય મૂછ - દૈષના નિમિત્તે થનારી મૂછ તે દ્વેષ પ્રત્યય મૂછ જે ક્રોધ અને માનરૂપ છે.
મૂછથી ઉત્પન્ન થયેલ કર્મનો ક્ષય આરાધનાથી થાય છે. માટે હવે આરાધના કહે છે.
આરાધના :- આરાધવું તે જ્ઞાનાદિ વસ્તુને અનુકૂલ વર્તવાપણું અર્થાત્ અતિચાર રહિત જ્ઞાનાદિની મર્યાદા વડે સેવા કરવી તે આરાધના છે.
આ આરાધના બે પ્રકારે છે. (૧) શ્રત અને ચારિત્રરૂપ ધર્મ આરાધના. (૨) કેવલી આરાધના.
(૧) ધર્મ આરાધના - (૧) શ્રત ધર્મ આરાધના (૨) ચારિત્ર ધર્મ આરાધનાના ભેદથી બે પ્રકારે છે.
તે ધાર્મિક - સાધુઓ, તેઓ સંબંધી જે ક્રિયા તે ધાર્મિકી, એવી જે આરાધના તે ધાર્મિક આરાધના.
આમાં વિષયના ભેદ વડે આરાધનાનો ભેદ કહેલ છે.
(૨) કેવલી આરાધના :- કેવલીઓની - જે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની સંબંધી જે ક્રિયા તે કેવલિકી. એવી જે આરાધના તે કેવલી આરાધના.
આમાં ફલના ભેદથી આરાધનાનો ભેદ કહેલ છે.
આ બંને ભેદમાં અંત = ભવનો અંત. તેની જે ક્રિયા તે અંતક્રિયા. અર્થાત્ ભવનો છેદ – ભવનો નાશ. તેના કારણરૂપ જે આરાધના શૈલેશીરૂપ અર્થાત્ યોગનું રૂંધન તે ઉપચારથી અંતક્રિયા કહેવાય છે.
આ અન્તક્રિયા ક્ષાયિકજ્ઞાન હોતે છતે જ કેવલીઓને જ થાય છે. તથા દેવલોકને વિષે પણ જ્યોતિષચક્રમાં નહી.
વિમાન :- દેવોના આવાસ વિશેષ (દવોને રહેવાના સ્થાનરૂપ) વિમાનો, અથવા ક૫ = સૌધર્માદિ બાર દેવલોક, વિમાનો = દેવલોકના ઉપર રહેલા રૈવેયક વિગેરે તે કલ્પવિમાન. આ કલ્પવિમાનોમાં જન્મ જે આરાધનાથી થાય તે કલ્પવિમાનોપપાતા જ્ઞાનાદિ આરાધના, શ્રુત કેવલી - વગેરેને હોય છે. ૩૭