________________
१०६
अथ स्थानमुक्तासरिका તેના ત્રણ પ્રકાર છે. (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) સમ્યકત્વ મોહનીય, (૩) મિશ્ર મોહનીય.
૨. ચારિત્ર મોહનીય :- સામાયિકાદિથી જે મુંઝવે, ભાન ભૂલાવે તે ચારિત્ર મોહનીય. તે બે પ્રકારે છે. (૧) કષાય મોહનીય, (૨) નો કષાય મોહનીય. (૫) આયુષ્ય કર્મ :- જે ગતિ પ્રાપ્ત કરાવે તે આયુષ્ય કર્મ.
ચાર ગતિમાં જીવોને આયુષ્ય કર્મ જે દુઃખ આપતું નથી. સુખ પણ આપતું નથી પરંતુ દુઃખ સુખના આધારભૂત દેહમાં રહેલા જીવને ધારણ કરે છે. દેહમાં રોકી રાખે છે.
તે આયુષ્ય કર્મ બે પ્રકારે છે. (૧).અદ્ધાયુ - તે કાયસ્થિતિ રૂપ છે. (૨) ભવાયુ - ભવસ્થિતિ રૂપ છે.
(૬) નામકર્મ - જે જીવને વિચિત્ર પર્યાયો વડે નમાવે છે - પરિણામ પમાડે છે તે નામ કર્મ છે.
જેમ હોંશિયાર ચિત્રકાર નિર્મલ અને અનિર્મલ નીલ, પીતાદિ વર્ણો વડે સારા અને નઠારા અનેક પ્રકારના રૂપ ચિત્રે છે તેમ નામ કર્મ જીવના વિવિધ શુભ (સારા) અશુભ (ખરાબ), ઇષ્ટ અને અનિષ્ટ અનેક પ્રકારે જીવના રૂપ કરે છે.
આ નામ કર્મના બે ભેદ છે. (૧) શુભ નામ કર્મ, (૨) અશુભ નામકર્મ. (૧) શુભ નામ કર્મ - તીર્થંકર નામ કર્મ આદિ શુભ નામ કર્મ છે. ઈષ્ટ કરે છે.
(૨) અશુભ નામ કર્મ - અનોદય (જનું વચન ગ્રાહ્ય ન થાય) આદિ અશુભ નામ કર્મ છે. અનિષ્ટ કરે છે.
(૭) ગોત્ર કર્મ :- આ પૂજ્ય છે, અપૂજ્ય છે ઈત્યાદિ કથનરૂપ ગઈ = વાણીને ત્રાયતે = રક્ષા કરે છે તે ગોત્ર કર્મ.
તેના બે ભેદ છે. (૧) ઉચ્ચગોત્ર (૨) નીચગોત્ર, ઉચ્ચ ગોત્ર કર્મ:- પૂજયપણાનું કારણ તે ઉચ્ચ ગોત્ર છે. નીચગોત્ર કર્મ - અપૂજયપણાનું કારણ તે નીચ ગોત્ર છે.
(૮) અંતરાય કર્મ :- જીવને અર્થના સાધનના અંતરા = વચમાં જે એતિ = પડે છે તે અંતરાય કર્મ છે. આ અંતરાય કર્મના બે પ્રકાર છે.
(૧) પ્રત્યુત્પન્નાર્થ વિનાશક સ્વભાવ, (૨) લબ્ધOાર્થનિરોધક અંતરાય.
(૧) પ્રત્યુત્પન્નાર્થ વિનાશક સ્વભાવ - વર્તમાન સમયમાં મળેલ (દ્રવ્યાદિ) વસ્તુ જે કર્મ વડે નાશ કરાય છે તે પ્રત્યુત્પવિનાશક અંતરાય કર્મ અથવા વર્તમાનમાં પ્રાપ્ત કરેલ વસ્તુને નાશ કરવાના સ્વભાવવાળું તે પ્રત્યુત્પન્નાર્થવિનાશી અંતરાય કર્મ છે.
(૨) લબ્ધવ્ય અર્થ નિરોધક અંતરાય - ભવિષ્ય કાલમાં મેળવવા યોગ્ય વસ્તુના માર્ગને જે રોકે - અટકાવે તે લબ્ધવ્ય અર્થ નિરોધક અંતરાય.