________________
स्थानांगसूत्र
१०५
જેમ બોધિ અને બુદ્ધ બે પ્રકારે છે તેમ મોહ અને મૂઢ બે પ્રકારે છે. કેટલાક જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મૂઢ છે. કેટલાક સમ્ય દર્શન મોહનીયના ઉદયથી મૂઢ છે.
જે જ્ઞાનને આચ્છાદન કરે તે જ્ઞાન મોહ. જ્ઞાનાવરણનો ઉદય જાણવો. જે સમ્યગુ દર્શન આચ્છાદન કરે તે દર્શન મોહ દર્શન મોહનીય કર્મનો ઉદય જાણવો. જ્ઞાનાવરણ કર્મ જેને ઉદયમાં આવેલ છે તે જ્ઞાનમૂઢ.
જે મિથ્યાદષ્ટિ - મિથ્યાત્વ જેઓને ઉદયમાં આવેલ છે તે દર્શન મૂઢ અને મોહ એ જ્ઞાનાવરણાદિ કર્મનું કારણ છે. માટે હવે જ્ઞાનાવરણાદિ કર્મ કહે છે. -
(૧) જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારે છે. (૧) દેશથી, (૨) સર્વથી. દેશથી - જે જ્ઞાનનો દેશ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનને આવરે તે દેશ જ્ઞાનાવરણીય. સર્વથી - જે કેવલજ્ઞાનને આવરણ કરે તે સર્વ જ્ઞાનાવરણીય.
કારણ કે, કેવલ જ્ઞાનાવરણીય તો સૂર્ય સમાન કેવલજ્ઞાન સ્વરૂપ જીવને આચ્છાદકપણાએ જે અત્યંત ઘન-વાદળાના સમૂહ તુલ્ય તે સર્વ જ્ઞાનાવરણ અને મતિજ્ઞાન વગેરેનું આવરણ તો વાદળો વડે અત્યંત ઢંકાયેલ સૂર્યની અલ્પ પ્રભા સમાન કેવલજ્ઞાનના દેશને કટ-કુટ્યાદિ ઘાસની સાદડીના ઘર આદિરૂપ જે આવરણ તુલ્ય તે દેશ જ્ઞાનાવરણીય છે.
અથવા દેશથી ઉપઘાત કરનાર અને સર્વથી ઉપઘાત કરનાર ફડકોની અપેક્ષાએ જ્ઞાનને દેશથી અને સર્વથી આવરણપણું છે. (ફક એટલે કર્મના તીવ્ર રસ અને મંદ રસવાળા પુદ્ગલોનો સમુદાય)
(૨) દર્શનાવરણીય કર્મ :- સામાન્ય અર્થના બોધને આવરણ કરે તે દર્શનાવરણીય. દર્શનાવરણીય કર્મ બે પ્રકારે છે. (૧) દેશ દર્શનાવરણીય, (૨) સર્વ દર્શનાવરણીય. ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય આ ત્રણ દેશ દર્શનાવરણીય છે. નિદ્રાદિ પંચક અને કેવલ દર્શનાવરણીય તે સર્વ દર્શનાવરણીય છે.
(૩) વેદનીય કર્મ - જે વેદાય છે, અનુભવાય છે તે વેદનીય કર્મ. તે (૧) સાતા અને (૨) અસાતારૂપ બે પ્રકારે છે.
૧. સાતા વેદનીય :- સાતા એટલે સુખ. જે સુખરૂપે અનુભવાય તે સાતા વેદનીય. ૨. અસાતા વેદનીય - જે દુઃખ રૂપે વેદાય તે અસાતા વેદનીય. (૪) મોહનીય કર્મ - જે મુંઝાવે, ભાન ભૂલાવે તે મોહનીય કર્મ છે. તેના બે ભેદ છે. (૧) દર્શન મોહનીય, (૨) ચારિત્ર મોહનીય. ૧. દર્શન મોહનીય - જે દર્શનમાં મુંઝાવે, ભાન ભૂલાવે તે દર્શન મોહનીય.