________________
१०४
अथ स्थानमुक्तासरिका मिति देशज्ञानावरणम् । अथवा देशोपघातिसर्वोपघातिफड्डकापेक्षया देशसर्वावरणत्वमस्य । चक्षुरचक्षुरवधिदर्शनावरणीयं देशदर्शनावरणीयम्, निद्रादिपञ्चकं केवलदर्शनावरणीयञ्च सर्वदर्शनावरणीयम् । सातरूपेणासातरूपेण च द्विविधं वेदनीयम् । मिथ्यात्वसम्यक्त्वमिश्रभेदं दर्शनमोहनीयम्, सामायिकादेर्मोहनीयं चारित्रमोहनीयं कषायनोकषायभेदम् । चतसृष्वपि गतिषु यदुःखं सुखञ्च न ददाति दुःखसुखयोराधारं जीवं देहस्थितं धारयति च तदायुः कायस्थितिरूपं भवस्थितिरूपञ्च । तीर्थकरादिकर्म शुभनामकर्म, अनादेयत्वाद्यशुभनामकर्म जीवस्य विविधानि शुभाशुभेष्टानिष्टरूपाणि करोति । पूज्यत्वनिबन्धनमुच्चैर्गोत्रं तद्विपरीतं नीचैर्गोत्रम् । जीवञ्चार्थसाधनञ्चान्तरा एतीत्यन्तरायः प्रत्युत्पन्नार्थविनाशकस्वभावो लब्धव्यार्थनिरोधकश्च । अष्टविधस्यापि कर्मणो मूाजन्यत्वात्तद्वैविध्यं दर्शयति प्रेमप्रत्ययेति, मूर्होपात्तकर्मणः क्षय आराधनयेति तामाह श्रुतेति, आराधना ज्ञानादिवस्तुनोऽनुकूलवर्तित्वं निरतिचारज्ञानाद्यासेवना वा, धर्माराधनाकेवल्याराधनाभेदतो द्वेधा, धर्माराधना श्रुतधर्माराधनाचारित्रधर्माराधनाभेदतो द्विधा, अयञ्च भेदो विषयभेदात्, केवल्याराधना तु फलभेदात्, भवच्छेदहेतुः शैलेशीरूपाऽऽराधनाऽन्तक्रियेत्युच्यते, उपचारात् । एषा च क्षायिकज्ञाने केवलिनामेव भवति । कल्पेषु देवलोकेषु न तु ज्योतिश्चारे विमानानि-देवावासविशेषाः यद्वा कल्पाः सौधर्मादयो विमानानि ग्रैवेयकादीनि तेषूत्पत्तिर्जन्म यस्याः सकाशात् सा कल्पविमानोपपाता ज्ञानाधाराधना, एषा च श्रुतकेवल्यादीनामिति ॥३७॥ વળી સામાન્યથી બોધિ આદિ કહે છે. જીવો બોધિલક્ષણ અને મોહ લક્ષણરૂપ ધર્મ-સ્વભાવના યોગથી બુદ્ધ અને મૂઢ થાય છે.
તેમાં કેટલાક જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જ્ઞાનની પ્રાપ્તિથી બુદ્ધ છે. કેટલાક દર્શન મોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ શ્રદ્ધાની પ્રાપ્તિથી બુદ્ધ છે.
આ બંને ધર્મથી જ ભિન્ન છે પણ ધર્મથી જુદા નથી. કારણ કે જ્ઞાન - દર્શન પરસ્પર અવિનાભાવી છે.
બોધિ = બોધવું - બોધ પામવું તે બોધિ. જિનેશ્વર ભગવાનના ધર્મનો લાભ તે બોધિ.
જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વડે થયેલ જે જ્ઞાનની પ્રાપ્તિ તે જ્ઞાનબોધિ. અને દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમાદિ વડે સમ્ય રીતે પ્રાપ્ત થયેલ જે શ્રદ્ધા તે દર્શન બોધિ. અર્થાત્ શ્રદ્ધાનો લાભ.
જ્ઞાન બોધિ અને દર્શનબોધિવાળા બુદ્ધ બે પ્રકારે છે. એ બુદ્ધો ધર્મથી જ ભિન્ન છે પણ ધર્મીપણાથી ભિન્ન નથી. કારણકે જ્ઞાન, દર્શન બંન્નેનું પરસ્પર એક બીજા વિના અસ્તિત્વ હોતું નથી. જ્ઞાનને લઈને દર્શન અને દર્શનને લઈને જ્ઞાન એ સાહચર્ય નિયમ છે.