________________
अथ स्थानमुक्तासरिका
(૨) તદ્ભવ મરણ ઃ- જે ભવમાં જીવ વર્તે છે તે ભવને યોગ્ય જ આયુષ્ય બાંધીને મરનારનું મરણ છે તે તદ્ભવ મરણ.
આ તદ્ભવ મરણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચોને હોય છે, તેઓને જ તદ્ભવના આયુષ્યનો બંધ થાય છે. વિશુદ્ધ સંયમીને તો દેવનું આયુષ્ય જ બંધ યોગ્ય હોવાથી, મનુષ્યના આયુષ્યના બંધમાં અપ્રશસ્તતા છે.
એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીરે (૧) ગિરિપતન મરણ (૨) તરૂપતન મરણ કહ્યા નથી યાવત્ ઉપર મુજબ આજ્ઞા આપી નથી.
(૧) ગિરિપતન મરણ ઃ- પર્વત પરથી પડીને મરવું તે ગિરિપતન મરણ.
(૨) તરૂપતન મરણ :- ઝાડ પરથી પડીને મરવું તે તરૂપતન મરણ.
આજ રીતે (૧) જલપ્રવેશ મરણ, (૨) જ્વલન પ્રવેશ મરણ શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું નથી યાવત્ અનુજ્ઞા આપી નથી.
(૧) જલ પ્રવેશ મરણ ઃ- પાણીમાં પ્રવેશીને મરવું તે જલપ્રવેશ મરણ.
(૨) જ્વલન પ્રવેશ મરણ ઃ- આગમાં પ્રવેશીને (પડીને) મરવું તે જ્વલન પ્રવેશ મરણ. આ જ રીતે શ્રમણ ભગવાન મહાવીરે નિગ્રંન્થોને (૧) વિષભક્ષણમરણ અને (૨) શસ્ત્રપાટન મરણ કહ્યું નથી યાવત્ અનુજ્ઞા આપી નથી.
(૧) વિષ ભક્ષણ મરણ :- ઝેર ખાઈને મરવું તે વિષ ભક્ષણ મરણ.
--
(૨) શસ્ત્રપાટન મરણ :- છરી - કટારી આદિ શસ્ત્ર વડે પોતાના શરીરનો નાશ કરવો મરવું તે શસ્ત્ર પાટન મરણ.
१०२
આ બધા મરણ અપ્રશસ્ત છે ભગવાનથી અનુજ્ઞાત નથી. અર્થાત્ ભગવાનની આજ્ઞા નથી. શીલના ભંગ સમયે તેની રક્ષા માટે (૧) વૈહાનસ મરણ, (૨) ગૃધસૃષ્ટ' મરણ આ બે મરણની તથા આ જ પ્રમાણે વિષભક્ષણમરણ અને શસ્ત્રપાટન મરણની પણ ભગવાને આજ્ઞા આપી છે.
(૧) વૈહાનસ મરણ :- વૃક્ષની શાખામાં ઊંચે બંધાવાથી ગળે ફાંસો ખાઈને આકાશમાં થયેલું જે મરણ તે વૈહાનસ મરણ.
(૨) ગૃધસૃષ્ટ મરણ :- જે મરણમાં ગીધો વડે સ્પર્શાવું અથવા ગીધોને ખાવા યોગ્ય જે પીઠ અને ઉપલક્ષણથી હાથી, ઊંટ વગેરેના પેટ વગેરે અવયવ, શરીરમાં પેસીને મરવાની ઇચ્છાવાળા મહાસત્વવાન્ જીવનું જે મરણ તે ગૃધસૃષ્ટ મરણ કહેવાય છે.
આ બે મરણ પ્રશસ્ત છે. ભગવાને કહ્યા છે, પ્રશંસ્ય છે, આજ્ઞા આપી છે.
હવે પ્રશસ્ત મરણ કહે છે. (૧) પાદપોપગમન મરણ, (૨) ભક્ત પ્રત્યાખ્યાન મરણ.