SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ४५३ લક્ષ્યત્વને સાધે છે. તથા બુદ્ધના હાડકાઓનું અપૂજયત્વ પણ એ પ્રમાણે પૂજ્યત્વ વિરૂદ્ધ અવ્યભિચારીત્વપણાના હેતુથી માંસ ઓદનના અસામ્યપણાથી દષ્ટાંતનો વિરોધ થાય છે. અને લોક વિરોધિ પ્રતિજ્ઞા છે. તેથી માંસ ભક્ષણ રસગારવમાં આસક્ત થયેલાઓનું અનાર્યોનું અવિવેકીઓનું આ સેવન છે. પરંતુ ધર્મ શ્રદ્ધાવાળાઓનું નહીં તેમનું કહેવું સાંભળીને “જેઓ માંસ ખાનારાઓની દુઃખ પરંપરાવાળી અતિવૃણાજનક નિંદનીય દુર્ગતિને સાંભળી શુભોદય વડે આદર પૂર્વક માંસ નહીં ખાવાની વિરતિ એટલે પચ્ચખાણ - પ્રતિજ્ઞા કરે છે. તેઓ સારું, અદૂષિત, રોગ રહિત દીર્ધાયુષ્ય સંભવી એટલે પામી તેઓ મનુષ્ય જન્મમાં ઉત્કૃષ્ટ ભોગો અને ધર્મબુદ્ધિને ભાવિત થઇ સ્વર્ગ અને મોક્ષને પામશે.” તેથી સાવદ્યારંભને આ મહાન દોષ છે. એમ માની દયાપૂર્વક તેને છોડી સાધુઓ દાન માટે કલ્પલા - માનેલા ઉત્કૃષ્ટ આહાર પાણીને છોડી દે - ત્યજી દે. આના વડે યજ્ઞ વગેરેની વિધિવડે બે હજાર બ્રાહ્મણોને જમાડવા જોઈએ વગેરેનો વિવાદ પણ દૂર કર્યો. નિંદનીય આજીવિકા વાળાને નિત્ય-રોજ પિંડપાત શોધનારા અસત્ પાત્રોનાં દાનમાં તેઓના દાતાઓને માંસની આસક્તિ વડે વ્યાપ્ત થયેલો ઘણી વેદનાવાળી નરક ગતિને પ્રાપ્ત કરે છે. દયા પ્રધાન ધર્મની નિંદા કરતો પ્રાણિની હિંસા કરનારા ધર્મની પ્રશંસા કરતો એકપણ નિઃશીલ - (શીલવગરનો) વ્રત વગર જ જીવનિકાયની વિરાધના વડે જે ખાય છે. ખવડાવે છે તે બિચારા નરક ભૂમિમાં જાય છે. તેમને ક્યાંથી અધમ દેવોની પ્રાપ્તિ થવાની સંભાવના હોઈ શકે? આથી યાજ્ઞિક મતવાદ પણ કલ્યાણકારી નથી. વેદાંતવાદ પણ યથાર્થ કહેનારો નથી. કેમકે અસર્વ કહેલ છે. તત્ત્વને એકાંતપક્ષનો સમાશ્રય કરવાથી અને એકાંત પક્ષ પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રાપ્ત કરવા સમર્થ થતા નથી. એકાંત ક્ષણિક અને આત્મા વગેરેમાં અથવા એકાંત અક્ષણિક આત્મા વગેરેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ સંભવે છે. તે આ પ્રમાણે અન્ય તીર્થિકો લોકને નહીં જાણતા, ધર્મને કહેતા, પોતે જ નાશ પામે છે અને બીજાને નાશ પમાડે છે. જેઓ કેવલજ્ઞાન રૂપી પ્રકાશ વડે સમાધિયુક્ત પરહિતેચ્છુઓ શ્રુત ચારિત્રધર્મનું પ્રતિપાદન કરે છે. તે મહાપુરુષો જાતે જ સંસારસાગરને તરી જાય છે. અને બીજાને સદુપદેશના દાન દ્વારા તારી દે છે. જેમ દેશીક સમ્યગુ માર્ગને જાણનારો પોતાને અને બીજાને તેના ઉપદેશ મુજબ વર્તનારને મહાજંગલમાંથી વિવક્ષિત જગ્યાએ પહોંચાડવા વડે તારી દે છે. તેથી અસર્વજ્ઞ વડે માર્ગની પ્રરૂપણા ભાવશુદ્ધિની કરનારી નથી. કારણકે વિવેક વગરની છે, જે સર્વજ્ઞાગમ વડે સધર્મને પામી તેમાં સારી રીતે રહેલો મન-વચન-કાયા વડે સારી રીતે પ્રણિધાનપૂર્વકની ઇન્દ્રિયવાળો થઈને રહે છે. નહીં કે પરદર્શનીઓના તપ સમૃદ્ધિ વડે, જોવા વડે મૌનિન્દ્ર જિનશાસનથી ખસતા નથી. સમ્યજ્ઞાન વડે યથાવસ્થિત વસ્તુ પ્રરૂપણા કરવા વડે સમસ્ત વાચાલ (જૈનેતર) અન્યવાદીઓના વાદનું નિરાકરણ કરવા વડે બીજાઓને યથાવસ્થિત મોક્ષમાર્ગ ખુલ્લો કરે છે. અને સમ્યફચારિત્ર વડે સમસ્ત જીવસમૂહના હિતને ચાહનારાપણાથી આશ્રવ દ્વારને રોકી (બંધ કરી) તપ વિશેષ દ્વારા અનેક ભવમાં ઉપાર્જેલા કર્મોને ખપાવે - નિર્જરે છે. તેજ વિવેકી ભાવથી શુદ્ધ છે. પોતાને અને બીજાનો સમુદ્ધારક છે. એ પ્રમાણે - II૮૦ના
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy