SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ४५२ सूत्रार्थमुक्तावलिः તે કપડાથી ઢાંકેલ પિણ્યાકપિંડને પુરુષની બુદ્ધિથી પકડી તેને શૂલમાં પરોવી અગ્નિમાં પકાવે છે. તેમજ કોઈક તુંબડાને આ બાળક છે એમ માનીને અગ્નિમાં પકાવે છે. તો તે પ્રાણીવધથી ઉત્પન્ન થયેલા પાપ વડે ન કરવા છતાં પણ વાસ્તવિકપણે પ્રાણાતિપાતના પાપ વડે લેપાય છે. કારણ કે ચિત્ત દુષ્ટ હોવાથી શુભાશુભ બંધનું કારણ મન-ચિત્તમૂલક હોય છે. તથા સાચા પુરુષોને પણ ઠગ બુદ્ધિથી કોઈ શૂલમાં પરોવીને અગ્નિમાં પકાવે, કુમારને તુંબડાની બુદ્ધિથી પકાવે તો અમારું મન પ્રાણિવધથી ઉત્પન્ન થયેલા પાપવડે લેપાતું નથી. આ પ્રમાણે બધી અવસ્થાઓમાં અચિંતિત કર્મની - (વિચારક વગરની) પ્રાપ્તિ થતી નથી, અવિજ્ઞાનોપચિત, પરિજ્ઞાનોપચિત, ઇર્યાપથિક, સ્વપ્રાન્તિક કર્મબંધ રૂપ પ્રાપ્તિ થતી નથી. એમ કહ્યું છે. હવે તે આ મતને દૂષિત કરે છે. (નથી.), પિણ્યાકપિંડમાં “આ પુરુષ છે' આવા પ્રકારની અત્યંત જડને પણ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. માટે જે આવું બોલે છે તે અત્યંત અનાર્ય જ છે. આથી જ આવા પ્રકારનું વચન પણ અસત્ય જ છે. કારણકે જીવોને ઉપઘાતક છે. તેથી જ નિઃશંકપણે પ્રહાર કરનારો, વિચાર કર્યા વગરનો વિવેક વગરનો હોવાથી પાપ બાંધે છે. માટે પિણ્યાકકાષ્ઠ વગેરેમાં પણ પ્રવૃત્તિ કરવાથી જીવ વિરાધનાથી ડરનારાએ શંકાપૂર્વક પ્રવર્તવું. વાણીના પ્રયોગથી પણ પાપકર્મ બંધાય છે. આથી વિવેકી ભાષાના ગુણને જાણનારો એવી ભાષા ન બોલે, દીક્ષિત થયેલો યથાવસ્થિત અર્થને કહેનારી આવા પ્રકારના નિઃસાર સ્વીકારાય નહીં એવા વચનો ન બોલે જેવાકે પિણ્યાક પણ પુરુષ છે. પુરુષ પણ (નિરુપપત્તિ) પિણ્યાક છે. તુંબડું જ બાળક છે બાળક જ તુંબડું છે વગેરે આવા વચનો ભાષા ફક્ત અજ્ઞાનાવૃત મૂર્ખ લોકોની હોય છે. તેમની ભાવશુદ્ધિ ન હોવાથી શુદ્ધિ નથી. નહીં તો સંસાર મોચક મતવાલાઓને પણ કર્મોથી મોક્ષ થઈ જાય. તથા તમારા વડે ફક્ત ભાવશુદ્ધિને સ્વીકારીએ તો, માથું, મોટું, મુંડન, પિંડ, પાત, ચૈત્ય કર્મ વગેરે ક્રિયાઓ નિરર્થકપણાને પામશે. તેથી આવા પ્રકારની ભાવ શુદ્ધિથી શુદ્ધિ થતી નથી. મૌનીન્દ્ર શાસનને સ્વીકારનારાઓ તે માર્ગાનુસારીઓ જીવોની અવસ્થા વિશેષનો વિચાર કરી તેના નાશ વડે જે પીડા થાય છે. તેનો વિચાર કરતા અન્નવિધિમાં બેંતાલીશ (૪૨) દોષથી રહિત આહાર કરતા, તમારી જેમ પાત્રમાં પડેલા માંસ વગેરે દોષ માટે નથી એમ નહીં. લૌકીક તીર્થાન્તરીયોના મતોને નહિ જાણનારાઓની પ્રેરણાથી ભાત વગેરેને પણ પ્રાણીના અંગ સમાન માની માંસ વગેરેના સમાન ન કહેવા. પ્રાણીયોના અંગો સમાન હોવા છતાં કોઇક માંસ રૂપે તો કોઇક માંસ રૂપે નહીં એમ વ્યવહાર કરાય છે. ગાયનું દૂધ અને લોહી વગેરેમાં ભક્ષ્ય અભક્ષ્યની વ્યવસ્થા થાય છે. - કરાય છે. સ્ત્રીપણું સમાન હોવા છતાં પણ પત્નિ અને બહેનમાં ગમ્ય - અગમ્યની વ્યવસ્થા કરાય છે. શુષ્કતર્કની દષ્ટિએ પ્રાણિના અંગ હોવાથી એ હેતુ અનૈકાન્તિક વિરૂદ્ધ દોષથી દૂષિત છે, એમાં આ પ્રમાણે પ્રયોગ કરવો. માંસ ભક્ષણીય થાય છે. (૧) કારણકે, પ્રાણિના અંગ રૂપે હોવાથી ભાત વગેરેની જેમ (૨) કૂતરાના માંસ વગેરેની જેમ અભક્ષ્ય હોવાથી... આ પ્રમાણે બે દોષ છે. જેમ આ હેતુ માંસના
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy